આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દીકી હત્યાકેસ: છ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ…

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે એક દિવસ લંબાવી આપી હતી.

આ પણ વાંચો : Death Threat: બિશ્નોઈ ગેંગની ઝિશાન સિદ્દીકીને લાસ્ટ વોર્નિંગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

આરોપી નીતિન સપ્રે, પ્રદીપ ઠોંબરે, ચેતન પારધી, સંભાજી પારધી, રામ ફૂલચંદ કનોજિયા અને ભગવતસિંહ ઓમસિંહની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી બુધવારે તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

તપાસકર્તા પક્ષે આરોપીઓની વધુ પોલીસ કસ્ટડીની માગણી હતી, જેને પગલે કોર્ટે તેમની પોલીસ કસ્ટડી ગુરુવાર સુધી લંબાવી આપી હતી.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને પણ મળી જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે બાંદ્રામાં મીટિંગમાં હાજરી આપીને પોતાના નિવાસસ્થાને પાછા જઇ રહ્યા હતા ત્યારે નિર્મલનગરમાં પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ નજીક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીની છાતીમાં ગોળી વાગી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button