આમચી મુંબઈ

અયોધ્યા મંદિરના ઉદ્ઘાટનનો મુંબઈગરાઓમાં ઉત્સાહ

પ્રભુ શ્રીરામ કે મંદિરની પ્રતિમા ધરાવતા ચાંદીના સિક્કાની માગમાં ઉછાળો

મુંબઈ: અયોધ્યામાં નજીકના સમયમાં જ થનારા રામમંદિરના ઉદ્ઘાટન પ્રસંગની પાર્શ્ર્વભૂમિ પર બજારોમાં પણ એ પ્રકારની ખરીદી અને ટર્નઓવર વધી ગયાં છે. સોના-ચાંદીનું વેચાણ કરાનારાઓ પાસે શ્રીરામ મંદિર કે પછી પ્રભુ શ્રીરામની પ્રતિમા હોય એવા ચાંદીના સિક્કાઓનું ખરીદીનું પ્રમાણ વધી ગયું છે. દરરોજ થતું ટર્નઓવર હવે બાવીસ લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.

રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવની ઉત્સુકતા હવે વધી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. આ ઉત્સવને કારણે રામમંદિરના પ્રતિકૃતિની માગણીમાં ૪૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. કળાના કારીગરોને સારા પ્રમાણમાં રોજગારી અને વ્યવસાય મળી રહ્યો છે. એવી જ રીતે ચાંદીના સિક્કાની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સિક્કાઓ આસાનીથી મળી રહ્યા ન હોવાને કારણે તેનું અગાઉથી જ બુકિંગ કરવામાં આવી રહ્યું છે.

ખરેખર તો અત્યારે લગ્નપ્રસંગનો સમય ચાલી રહ્યો છે, અને જ્વેલર્સ પાસે હાલમાં ઘરેણાંની માગ વધુ પ્રમાણમાં રહેતી હોય છે. જોકે અત્યારે ચિત્ર કંઇક ઓર જ દેખાઇ રહ્યું છે. લગ્નનાં ઘરેણાંને બદલે શ્રીરામની તસવીર અને કોતરણી કરવામાં આવેલા રામમંદિરના ચાંદીના સિક્કાઓ માટે લોકોએ લાઈન લગાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાવીસમી જાન્યુઆરીએ રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ પાર પડવાનો છે. આને કારણે અત્યારથી જ લોકોએ શ્રીરામની પ્રતિમાના ચાંદીના સિક્કા માટેનું બુકિંગ શરૂ કરી દીધું છે, એવું એક વેપારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત