રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન પછી ખોદકામ કર્યું તો આવી બનશે
તમામ યુટિલિટી કંપનીઓને સુધરાઈએ તાકીદ કરી દીધી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાનો પ્રોેજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સિમેન્ટના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ નવા બનેલા રસ્તાઓ પર કોઈ પણ પ્રકારના ખોદકામ માટે નવી મંજૂરી આપવા સામે સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ પોતાના જ અધિકારીઓને ચેતવણી આપી છે.
મુંબઈમાં રસ્તાઓ પર સતત પડતા ખાડાની સમસ્યાને દૂર કરવા માટે કરોડો રૂપિયા ખર્ચીને તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક જગ્યાએ યુટિલિટીઝ સર્વિસ (ટેલિફોન સેવા, મોબાઈલ કંપની, ઈન્ટરને સેવા, ગેસ કંપની, કેબલ વગેરે) પ્રોવાઈડ કરનારી કંપનીઓ દ્વારા રસ્તાઓને ખોદી નાખવામાં આવતા હોય છે. તેથી સિમેન્ટના બનેલા રસ્તાઓની હાલત પણ ફરી જૈસૈ થી વૈસે જેવી થઈ જતી હોય છે. તેથી કૉંક્રીટાઈઝેશન કરેલા રસ્તાઓને કરેલા રસ્તાઓને ફરી ખોદવા સામે કમિશનરે લાલ આંખ દેખાડી છે.
સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે પાલિકા મુખ્યાલયમાં તમામ ૨૪ વોર્ડના પ્રશાસકીય અધિકારીઓ સહિત તમામ એડિશનલ કમિશનર, ૨૪ વોર્ડના તમામ ડેપ્યુટી કમિશનરો સાથે મહત્ત્વની મીટિંગ કરી હતી. આ મીટિંગમાં કમિશનરે કૉંક્રીટાઈઝેશન કરેલા રસ્તાઓને બિનજરૂરી અને સતત ખોદકામને રોકવા માટે સુધરાઈના જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને યુટિલિટિઝ સર્વિસ આપનારી કંપનીઓને સુધરાઈના રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
| Also Read: First Day First Show: પ્રવાસીઓની ‘સેવા’માં મેટ્રો-થ્રી, જાણો કેટલાએ કર્યો પ્રવાસ?
અધિકારીઓની બેઠકમાં કમિશનરે કહ્યું હતું કે રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, એ સાથે જ યુટિલિઝિ સર્વિસ આપનારી કંપનીઓના પણ કામ સાથે ચાલી રહ્યા છે. તે માટે પાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, સ્યુએજ ડિપાર્ટમેન્ટ, ઈલેક્ટ્રિસિટી કંપની, ઈન્ટરનેટ પ્રોવાઈડર અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ વચ્ચે સંકલન જરૂરી છે.
એક વખત રસ્તો કૉંક્રીટના બની ગયો તો ત્યાર પછી તેના પર કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ રસ્તા પર ખોદકામ કરવાની મંજૂરી આપવી નહીં એવી સલાહ પણ કમિશનરે આપી હતી. કમિશનરે રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનના કામ ચાલતા હોય ત્યારે ફીલ્ડ પર વિઝિટ કરવાની અને કામની પ્રકિયાા પર સતત નજર રાખવાનો આદેશ પણ આપ્યો હતો.
| Also Read: ‘અટલ સેતુ’ પર નવ મહિલામાં આટલા લોકોએ ભર્યું અંતિમ પગલું, પ્રશાસનની ચિંતા વધી
નોંધનીય છે કે ચોમાસાને કારણે રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ બંધ હતું તે આ અઠવાડિયાથી ફરી ચાલુ કરવામાં આવવાનું છે. પહેલા તબક્કામાં ૩૯૪ કિલોમીટરના રસ્તાઓનો સમાવેશ થાય છે જ્યારે બીજા તબક્કામાં સમગ્ર શહેર અને ઉપનગરના ૩૦૯ કિલોમીટરના રસ્તાઓને આવરી લેવામાં આવવાના છે. ગયા વર્ષ સુધી રસ્તાનું માત્ર ૩૦ ટકા કામ થયું હતું અને હવે આ વર્ષે સુધરાઈ પ્રશાસને હેલા તબ્કકામાં પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના તમામ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ ૩૧ મે, ૨૦૨૫ સુધી પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું છે