આમચી મુંબઈવેપાર

IPO Market : આ ઓટો કંપનીએ IPO ની અરજી પરત ખેંચી, 900 કરોડ એકત્ર કરવાનો હતો પ્લાન

મુંબઇ : ભારતીય શેરબજારમાં મોટા ઘટાડાથી પ્રાઇમરી માર્કેટનું સેન્ટિમેન્ટ બગડયું છે. આઈપીઓ માર્કેટમાં(IPO Market)ચાલી રહેલી તેજીને પણ ગ્રહણ લાગ્યું છે. હવે કંપનીઓ તેમના IPO લોન્ચ કરવાનો નિર્ણય મોકૂફ રાખી રહી છે. તાજેતરનો મામલો હીરો મોટર્સના ધ્યાને આવ્યો છે. હીરો મોટર્સ ગ્રૂપ ઓફ કંપનીઝની ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની હીરો મોટર્સ લિમિટેડે રૂપિયા 900 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO)માટેની અરજી પાછી ખેંચી લીધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હીરો મોટર્સ લિમિટેડે આઈપીઓની મંજૂરી માટે ફાઈલ કરેલા તેના દસ્તાવેજોનો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે. તેના ડ્રાફ્ટ દસ્તાવેજોમાં, કંપનીએ પ્રમોટર કંપનીઓ દ્વારા રૂપિયા 400 કરોડના શેરના નવા ઇક્વિટી શેર્સ અને ઓફર ફોર સેલ(OFS)જાહેર કરીને રૂપિયા 500 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત કરી હતી.

ઓપી મુંજાલ હોલ્ડિંગ્સના શેર વેચવાના હતા

OFS હેઠળ, ઓપી મુંજાલ હોલ્ડિંગ્સ રૂપિયા 250 કરોડના શેરનું વેચાણ કરી રહ્યું હતું. જ્યારે ભાગ્યોદય ઇન્વેસ્ટમેન્ટ્સ અને હીરો સાયકલ રૂપિયા 75 કરોડના શેરનું વેચાણ કરી રહ્યા હતા. તેણે IPO લોન્ચ કરવા માટે નિયમનકારી મંજૂરી મેળવવા ઓગસ્ટમાં સેબી પાસે દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. તેની અરજી પાછી ખેંચવાનું કોઈ કારણ આપ્યા વિના, કંપનીએ કહ્યું છે કે તેણે 5 ઓક્ટોબર, 2024ના રોજ ડ્રાફ્ટ દસ્તાવેજો પાછા ખેંચી લીધા હતા. હીરો મોટર્સ એ ભારતની અગ્રણી વાહન ટેકનોલોજી કંપની છે. હીરો મોટર્સ બે સેગમેન્ટમાં કામ કરે છે – એન્જિન સોલ્યુશન્સ અને એલોય અને મેટલ્સ. ભારત, યુકે અને થાઈલેન્ડમાં તેના છ ઉત્પાદન એકમો છે.

આ પણ વાંચો : શેરબજારમાં વેચવાલીનું બોમ્બાર્ડિંગ ચાલુ: નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે પટકાયો

બજારમાં મોટા ઘટાડાથી મૂડ બગાડ્યો

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય શેરબજારમાં મોટા ઘટાડાનો સમયગાળો ચાલુ છે. હજુ વધુ ઘટાડાની શક્યતા છે. બજારના ઘટાડાથી પ્રાઇમરી માર્કેટ કે IPO માર્કેટનું સેન્ટિમેન્ટ બગડયું છે. IPO લોન્ચ કરનારી કંપનીઓને આ ખરાબ માર્કેટમાં સારો પ્રતિસાદ મળવાની અપેક્ષા નથી. આ ઉપરાંત, લિસ્ટિંગ સારું ન હોવાની પણ શક્યતા છે. આ કારણે કંપનીઓએ હવે તેમના નિર્ણયો મોકૂફ રાખવાનું શરૂ કરી દીધું છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker