IPL 2024આમચી મુંબઈસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે મુંબઈમાં સાબુદાણા વડા ને થાલીપીઠની જયાફત માણી

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. આઇપીએલમાં રમવાથી ભારતના ખેલાડીઓ સાથે વિદેશી ખેલાડીઓને પણ ઘણી પ્રસિદ્ધિ મળે છે. દરેક ટીમ તેમના વિદેશી ખેલાડીઓના ઇન્ડિયન ફૂડ કે કપડાં પહેરવાની અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે, જે લોકોને ખૂબ જ ગમવાની સાથે વાઇરલ પણ થાય છે.

આ પણ વાંચો: જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે


તાજેતરમાં મુંબઈમાં આઇપીએલની મેચ જોવા માટે આવેલા બે વિદેશી ખેલાડીઓએ મુંબઈની એક પ્રખ્યાત હોટેલમાં ઇન્ડિયન ફૂડનો આનંદ માણ્યો હતો. આ ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે.


આ પણ વાંચો:
ઇંગ્લૅન્ડના ક્રિકેટરોએ એવું શું કર્યું કે ચીનને મરચાં લાગ્યા?

આઇપીએલમાં કોમેન્ટ્રી માટે મુંબઈ આવેલા ખેલાડી સ્ટીવ સ્મિથ અને સ્ટુઅર્ટ બ્રોડ દાદરની એક હોટેલમાં જમવા માટે પહોંચ્યા હતા. આ હોટેલમાં સ્ટીવ સ્મિથ અને સ્ટુઅર્ટ બ્રોડે થાલીપીઠ, સાબુદાણા વડા અને લસ્સીનો ઓર્ડર કરી હતી અને બંને આ સ્વાદિષ્ટ વાનગીઓને મજાથી ખાઈ રહ્યા હોવાની તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.


આ પણ વાંચો:
બીસીસીઆઇએ કયા ત્રણ ક્રિકેટરોને કડક શબ્દોમાં ચેતવણી આપી?

ઇનસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં જોવા મળી રહ્યું છે કે એક શૂટિંગ માટે સ્ટીવ સ્મિથ અને સ્ટુઅર્ટ બ્રોડ દાદરના એક જૂના અને પ્રખ્યાત હોટેલમાં જઈને ઇન્ડિયન ફૂડની જ્યાફત ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જોકે એક અહેવાલ મુજબ સ્ટીવ સ્મિથ અને સ્ટુઅર્ટ બ્રોડ અનેક વખત આ હોટેલમાં જઈને ત્યાં પોતાની મનપસંદ વાનગીઓનો આનંદ માણે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button