ઔરંગઝેબ વિવાદ: અબુ આઝમીને કોર્ટે આપી રાહત! આગોતરા જામીન મંજૂર…

મુંબઈ: મુઘલ બાદશાહ ઔરંગઝેબના વખાણ કરવા સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમી(Abu Azami)ને ભારે પડ્યું છે. માનખુર્દ-શિવાજી નગર મતવિસ્તારના વિધાનસભ્ય અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની સામે FIR પણ નોંધાવામાં આવી છે. જોકે આંજે મંગળવારે મુંબઈની એક કોર્ટે અબુ આઝમીને રાહત આપી હતી, કોર્ટે તેમના આગોતરા જામીન મંજૂર કર્યા છે.
Also read : શાન ઠેકાણેઃ અબુ આઝમી થયા છત્રપતિ સંભાજી મહારાજને ‘નતમસ્તક’…
અબુ આઝમીએ જામીન અરજીમાં કહ્યું હતું કે તેમની ટિપ્પણી કોઈ ચોક્કસ વ્યક્તિનું અપમાન કરવા અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવી ન હતી. એડિશનલ સેશન્સ જજ વી.જી. રઘુવંશીએ તેમની આગોતરા જામીન અરજી સ્વીકારી હતી.
અબુ આઝમીને આગોતરા જામીન આપતી વખતે, કોર્ટે કેટલીક શરતો લાદી અને તેમને 20,000 રૂપિયાના જામીન બોન્ડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અબુ આઝમીના નિવેદનને વખોડી ચુક્યા છે, આ મામલે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો. ત્યાર બાદ અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી 26 માર્ચ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
અબુ આઝમીએ શું કહ્યું હતું?
સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર યુનિટના વડા અબુ આઝમીએ કહ્યું હતું કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની સીમાઓ અફઘાનિસ્તાન અને બર્મા (મ્યાનમાર) સુધી વિસ્તરેલી હતી. અબુ આઝમીએ એમ પણ કહ્યું, “આપણો GDP વિશ્વ GDPનો 24 ટકા હતો અને ભારતને સોનાની ચીડિયા કહેવામાં આવતું હતું.”