અપહૃત પત્નીને છોડી દેવાની વિનંતી કરનારા પતિ પર હુમલો... | મુંબઈ સમાચાર

અપહૃત પત્નીને છોડી દેવાની વિનંતી કરનારા પતિ પર હુમલો…

થાણે: થાણે જિલ્લામાં અપહરણ કરાયેલી પત્નીને છોડી દેવાની વિનંતી કરનારા પતિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કાઉન્સેલિંગ સેશન્સ વખતે વિદ્યાર્થિનીએ 10 વર્ષ અગાઉ મૌલવીએ કરેલા કુકર્મની વ્યથા જણાવી…

ડોંબિવલી વિસ્તારમાં રહેનારા ફરિયાદીની પત્નીનું કેટલાક દિવસ અગાઉ આરોપીએ અપહરણ કર્યું હતું. આની જાણ થતાં ફરિયાદી શુક્રવારે આરોપીને મળ્યો હતો અને પત્નીને છોડી દેવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો : બસ કંડક્ટરને ચાકુની ધાકે લૂંટનારા ચાર આરોપી કાર પરના સ્ટિકરને કારણે પકડાયા…

દરમિયાન આરોપી રોષે ભરાયો હતો અને તેણે ફરિયાદી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ઘાયલ ફરિયાદીને સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેણે આ પ્રકરણે માનપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ શનિવારે ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Back to top button