લાતુરમાં 93 જિલેટિન સ્ટિક્સ જપ્ત: ટ્રેક્ટરના ડ્રાઇવરની ધરપકડ... | મુંબઈ સમાચાર

લાતુરમાં 93 જિલેટિન સ્ટિક્સ જપ્ત: ટ્રેક્ટરના ડ્રાઇવરની ધરપકડ…

લાતુર: લાતુર જિલ્લામાં ટ્રેકટરમાં ગેરકાયદે લઇ જવાઇ રહેલી 93 જિલેટિન સ્ટિક્સ અને ચાર ઇલેક્ટ્રિક ડિટોનેટર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે પકડી પાડી હતી અને આ પ્રકરણે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

એટીએસની સ્પેશિયલ ટીમે મળેલી માહિતીને આધારે ઔસા તહેસીલના દેવંગ્રા ફાર્મ વિસ્તારમાં સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ ટ્રેક્ટરને આંતર્યું હતું.

Also read : માર્વે ખાડી પરના પુલ તોડવાના કામ સ્થગિત માટે હાઇ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

ટ્રેકટરની તલાશી લેવામાં આવતાં 93 જિલેટિન સ્ટિક્સ, ચાર ડિટોનેટર, વાયર, કોમ્પ્રેસર એન્જિન તથા અન્ય મતા મળી આવી હતી.

ટ્રેક્ટર ડ્રાઇવર રાહુલ બાલાજી ધબાળેની આ પ્રકરણે ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તે વિસ્ફોટકોની ખરીદી માટેની પરવાનગી કે કોઇ કાનૂની દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button