આમચી મુંબઈ

Atal Setu પરની મુસાફરી બની શકે છે મોંઘી, ટોલ અંગે જલ્દી જ થઇ શકે છે નિર્ણય

મુંબઇ: લગભગ 21 હજાર 200 કરોડ રુપિયાના ખર્ચે અને 22 કિલોમીટર લંબાઇ ધરાવતો બહુચર્ચિત શિવરી-ન્હાવાશેવા અટલ સેતુ પરની મુસાફરી બની શકે છે મોંઘી. આ બ્રીજ પરના ટોલ અંગે આજે પ્રધાન મંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવનાર છે.

અટલ સેતુ પરથી એક તરફની મુસાફરી માટે નાના વાહનોને 500 રુપિયા અને મોટા વાહનોને 800 રુપિયાથી 3000 રુપિયા સુધીનો ટોલ ભરવો પડે તેવી શક્યતા છે. અન્ય હાઇવે કરતાં આ ટોલદર ઓછો હોવાનો દાવો મુંબઇ સેટ્રોપોલીટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ કર્યો છે.


મુંબઇથી કોકણ અથવા પશ્ચિમ મહારાષ્ટ્રમાં સુખદાયક મુસાફરી માટે એમએમઆરડીએ દ્વારા અટલ સેતુ પૂલ બનાવવામાં આવ્યો છે. આ પૂલ બનાવવા માટે લગભગ 21 હાજર 200 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. હવે આ પૂલનું કામ પૂર્ણ થઇ ગયું છે અને જલ્દી જ આ પૂલ વહાનવ્યવહાર માટે ખૂલ્લો મૂકાશે. આ બ્રીજને બનવવા માટે કરવામાં આવેલ ખર્ચ વસૂલ કરવા માટે લગભગ 30 વર્ષ સુધી ટોલ વસુલ કરવાનો નિર્ણય એમએમઆરડીએ દ્વારા લેવામાં આવ્યો છે.

નવી મુંબઇના ઉલવે પાસે આવેલ શિવાજીનગર અને ચિર્લે (ગવ્હાણ) આ બંને સ્થળો પર ટોલનાકા તૈયાર થઇ રહ્યાં છે. ત્યારે આ બ્રીજ પરથી એક તરફની મુસાફરી માટે નાના વાહનોને 500 રુપિયા ટોલ ભરવો પડી શકે છે. વારંવાર પ્રવાસ કરનારા વાહનો માટે રિટર્ન પાસ (એક તરફની મુસાફરીના દરથી દોઢગણો), ડે પાસ (એક તરફની મુસાફરીના દરથી અઢીગણો અને માસીક પાસ (એક તરફની મુસાફરીના દરથી 50 ગણો) આપવો પડશે.

આ રસ્તા પરનો ટોલ મુંબઇ-નાગપૂર સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઇ-પુણે એક્સપ્રેસ વે, અને બાંદ્રા-વરલી સી-લીંકના ટોલ કરતાં ઓછો હોવાનો દાવો એમએમઆરડીએ એ કર્યો છે. ટોલ દર અંગેનો પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે. અને જલ્દી જ તેના પર પ્રધાનમંડળનો સિક્કો લાગી જશે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.


અટલ સેતુના ટોલ અંગે હાલમાં જ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી સરકાર પર નીશાનો સાધ્યો છે. છે જેમાં લખ્યું છે કે રોજગારી આપનારી ઇન્ડસ્ટ્રી તો તમે એમ પણ તમે બીજા રાજ્યમાં લઇ જઇ રહ્યાં છો. તો હવે કંઇ નહીં તો MTHL ને તો ટોલ ફ્રિ રાખો. મહારાષ્ટ્રની જનતાને રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી જ્યારે જાણી જોઇને બાજુના રાજ્યમાં મોકલાવામાં આવી રહી છે ત્યારે આપણી જનતા ટેક્સ અને ટોલ કેમ ભરે? એવો પ્રશ્ન પણ આદિત્ય ઠાકરેએ પૂછ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો