અટલ સેતુ પર ટ્રક સાથે કાર ટકરાઇ: મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિનું મૃત્યુ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અટલ સેતુ પર ટ્રક સાથે કાર ટકરાઇ: મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિનું મૃત્યુ

મુંબઈ: અટલ સેતુ પર પર ટ્રક સાથે કાર ટકરાતાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના 36 વર્ષના પતિનું મૃત્યુ થયું હતું.
શિવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે રાતના આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ સચિન હનુમંત ખાડે તરીકે થઇ હતી.

સચિન ખાડેનાં લગ્ન આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી જયભાય સાથે થયાં હતાં, જે શિવડી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. સચિન ખાડે ખોપોલી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને તે સોમવારે રાતે ઓફિસમાંથી નીકળીને કારમાં શિવડી તરફ જઇ રહ્યો હતો.

આપણ વાંચો: વિલેપાર્લેમાં રસ્તાને કિનારે પાર્ક ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકનાં મોત

દરમિયાન અટલ સેતુ પર ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે કાર આગળ જઇ રહેલી ટ્રક સાથે ટકરાઇ હતી.

આ અકસ્માતમાં સચિન ખાડેને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઇવર બચી ગયો હતો અને તે ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયો હતો. બાદમાં ડ્રાઇવરને પકડી પાડવામાં આવ્યો હતો. ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button