આમચી મુંબઈ

નાગપુરમાં વિધાનસભા શિયાળુ અધિવેશન ૧૧૦૦૦ પોલીસ, ૪૦ બોમ્બ સ્ક્વોડ અને પોલીસ તહેનાત

નાગપુર: નાગપુરમાં ૭ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમિયાન આયોજિત ૧૪ દિવસીય મહારાષ્ટ્ર વિધાનસભા શિયાળુ અધિવેશન માટે ૧૧૦૦૦ પોલીસ, ૪૦ બોમ્બ સ્ક્વોડ અને રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ)ની ૧૦ કંપની તેમજ અન્ય સલામતી રક્ષકો તહેનાત રહેશે એવી જાણકારી એક અધિકારીએ મંગળવારે આપી હતી. સલામતી વ્યવસ્થાની વ્યૂહરચના નક્કી કરવા માટે નાગપુરના પોલીસ કમિશનર અમીતેશ કુમાર અને જોઈન્ટ કમિશનર અસ્વતી દોરજેએ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ બોલાવી હતી. કોઈ પણ અણછાજતી ઘટના ન બને એ માટે વિધાન ભવનની ફરતે સશસ્ત્ર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિધાન ભવનની સુરક્ષા જાળવવા ૧૧૦૦૦ પોલીસ, રાજ્ય અનામત પોલીસ દળની ૧૦ કંપની, ૧૦૦૦ હોમ ગાર્ડ, આતંકવાદનો સામનો કરનારું દળ અને બોમ્બ શોધી કાઢતી ૪૦ ટુકડી (બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ) તહેનાત કરવામાં આવશે.

૧૧૦૦૦ પોલીસ કર્મચારીમાંથી ૬૦૦૦ રાજ્યના વિવિધ ભાગોમાંથી બોલાવવામાં આવશે. નાગપુરના ડેપ્યુટી પોલીસ કમિશનરના હોદ્દા સમકક્ષ ૯ અધિકારી અને અન્ય જિલ્લામાંથી ૧૦ અધિકારીને બોલાવવામાં આવશે. આ ઉપરાંત ૫૦ સહાયક પોલીસ આયુક્ત, ૭૫ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૨૦ મહિલા ઈન્સ્પેક્ટરને પણ નાગપુર બોલાવવામાં આવશે.(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button