Assembly Election: ફડણવીસે કોંગ્રેસ, ખડગે અને ઓવૈસી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા (Assembly Election)ની ચૂંટણી પ્રચાર માટે આજે પોતાની દક્ષિણ પશ્ચિમ વિધાનસભાના વિસ્તારમાં રેલીમાં નીકળ્યા ત્યારે જનતાનો સંપર્ક કર્યો હતો. રેલી વખતે દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ એટલો સારો નથી, તેથી કોઈને વિશ્વાસ નથી.
ખડગેને ભગવો રંગ પસંદ નથી
કોંગ્રેસની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી અંગે કહ્યું હતું કે ખડગેને ભગવા રંગ પસંદ નથી. તેઓ ભગવાન વિરોધી છે. તેમણે કહ્યું હતું કે આ ભારતનો ભગવો છે. હિંદુત્વનો ભગવો છે, જેને કોઈ રોકી શકશે નહીં. તેમણે ઔવેસીના નિવેદનો અંગે જવાબ આપ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી અને ભાજપ વચ્ચે વોટ જેહાદને લઈને વિવાદ વધી રહ્યો છે. એઆઇએમઆઇએમ ચીફે ભાજપ પર આકરા પ્રહારો કર્યા બાદ તેમના નિવેદન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો જવાબ સામે આવ્યો છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા
એ લોકો રઝાકારોના છે વંશજ
ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે તેઓ ‘રઝાકારો’ના વંશજ છે. રઝાકારોએ મરાઠવાડાના લોકો પર અત્યાચાર કર્યો, તેમની જમીનો લૂંટી, મહિલાઓ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો, પરિવારોને બરબાદ કરી દીધા. તેમણે વધુમાં કહ્યું કે, આ તે રઝાકારોના વંશજ છે. તેઓ કયા મોંઢે અમારી સાથે વાત કરશે?’ ઓવૈસીએ અગાઉ કહ્યું હતું કે, હવે તેઓ (દેવેન્દ્ર ફડણવીસ) મુખ્યમંત્રી બનવાના નથી…. તેમણે દાવો કર્યો કે ફડણવીસના (વૈચારિક) પૂર્વજોએ અંગ્રેજો સામે લડવાને બદલે તેમને પ્રેમ પત્રો લખ્યા હતા.
વોટ જેહાદ મુદ્દે ઘર્ષણ બન્યું તેજ
દેવેન્દ્ર ફડણવીસના અગાઉના ‘વોટ જેહાદ’ને લઈને નિવેદન બાદ બંને વચ્ચે શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ‘વોટ જેહાદ’ શરૂ થઈ ગઈ છે અને તેનો વિરોધ મતોના ‘ધાર્મિક ધર્મયુદ્ધ’થી થવો જોઈએ. આ પછી, નાયબ મુખ્યપ્રધાન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે અમારા પૂર્વજોએ અંગ્રેજો સામે જેહાદ કરી હતી અને ફડણવીસ હવે અમને જેહાદ વિશે શીખવી રહ્યા છે.”