Assembly Election નોમિનેશનની તારીખ પૂરી, હવે પક્ષો કઈ મુશ્કેલીમાં મૂકાયા, જાણો?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની છેલ્લી તારીખ ૨૮મી ઓક્ટોબર હતી અને ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરવા માટેનો છેલ્લો સમય ૨૯મી ઓક્ટોબરનો હોઇ મહારાષ્ટ્રમાં મોટા ભાઈ તરીકે ઊભરી રહેલા ભાજપ (મહાયુતિ) અને કોંગ્રેસ (મહાવિકાસ આઘાડી) માટે બળવાખોરોની સંખ્યામાં વધારો થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.
ત્રણ વર્ષ પહેલાં પોતાના પક્ષ સાથે બળવાખોરી કરીને આવેલું એકનાથ શિંદે અને અજિત પવાર જૂથ માટે નહીં, પણ મહાયુતિના મોટા ભાઈ ભાજપ માટે તેમ જ એમવીએમાં મોટા ભાઈ કોંગ્રેસ માટે બળવાખોરી માથાનો દુખાવો બની રહેવાની છે.
ઉમેદવારીપત્ર ભરાયા બાદ એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે કે એક જ પક્ષના ઉમેદવારો તેમના સાથી પક્ષો સામે જ શિંગડાં ભરાવી રહ્યા છે. જો ચોથી નવેમ્બરે ફોર્મ પાછું ખેંચાવા માટે છેલ્લી તારીખ છે અને જો એ દિવસે પણ બળવાખોરો ટસના મસ નહીં થાય તો બળવો પોકારનારાઓ મહાયુતિ અને એમવીએ બંનેનો ખેલ બગાડી શકે એમ છે.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી -2024 રાજ્યમાંથી 288 મતવિસ્તારો માટે અત્યાર સુધીમાં 7995 ઉમેદવારો 10905 નોમિનેશન લેટર ફાઈલ…
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦મી નવેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણી માટે ૨૮૮ ઉમેદવારો માટેની ઉમેદવારી ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો અને આ તમામ ઉમેદવારોનાં પેપરની સ્ક્રૂટિની ૩૦મી નવેમ્બરે થવાની છે.
હાલમાં બળવાખોરોની સંખ્યાને જોતાં કશું કહી શકાય એમ નથી, કારણ કે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર છે. બળવો કરનારા ઉમેદવારો અધિકૃત ઉમેદવારો માટે નોંધપાત્ર રીતે પડકાર ફેંકશે અને મહાયુતિ તેમ જ એમવીએ બંનેના સંભવિત આંકડાઓને ડામાડોળ કરી શકશે.