અમરાવતીમાં નવનીત રાણા, સમર્થકો પર હુમલો: 45 સામે ગુનો…

મુંબઈ: અમરાવતી જિલ્લામાં જાહેર સભા માટે આવેલા ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણા અને તેમના સમર્થકો પર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : મુંબઈના RBI હેડક્વાટરને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસે તપાસ શરુ કરી
ખલ્લાર ગામમાં શનિવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે 45 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો, જ્યારે ત્રણને તાબામાં લીધા હતા.
અમરાવતી (ગ્રામીણ)ના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિશાલ આનંદે જણાવ્યું હતું કે નવનીત રાણા રાતે 10 વાગ્યાની આસપાસ તેમના સમર્થકો સાથે જાહેર સભા માટે આવ્યાં ત્યારે ટોળામાંથી અમુક લોકોએ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને અશ્ર્લીલ ઇશારા કર્યા હતા.
આથી રાણાના સમર્થકોનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો, જેમાંથી રાણા અને તેમના કાફલા પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી. સદનસીબે કોઇને ઇજા થઇ નહોતી. રાણા બાદમાં નજીકનાં પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં અને ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : રાજ્યની શાળાઓમાં 18, 19 નવેમ્બરના રોજ ચૂંટણીને કારણે રજા નહીં અપાય, શિક્ષણ કમિશનરની સ્પષ્ટતા
એસપીએ જણાવ્યું હતું કે અમે ભારતીય ન્યાય સંહિતા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર પ્રતિબંધ) ધારા હેઠળ હુલ્લડ, હત્યાનો પ્રયાસ અને અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાંચ જણને ઓળખી કાઢવામાં આવ્યા છે, જયારે 40 જણ અજ્ઞાત છે. ત્રણ જણની અટકાયત કરવામાં આવી છે. (પીટીઆઇ)