અગ્નિવીરની તાલીમ લઇ રહેલી યુવતીએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા
મુંબઇ: મુંબઇમાં ભારતીય નૌસેનામાં અગ્નિવીરની તાલીમ રહેલ એક 20 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ યુવતી મુંબઇમાં આઇએનએસ હમલામાં તાલીમ લઇ રહી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યુવતીએ તેની હોસ્ટેલની રુમમાં ગળેફાંસો ખાઇ આત્મ હત્યા કરી છે. આ યુવતી મૂળ કેરળની રહેવાસી હતી અને મલાડ પશ્ચિમમાં આવેલ માલવણી સ્થીત આઇએનએસ હમલામાં તાલીમ લઇ રહી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આ યુવતી પાસે કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. પણ લાગી રહ્યું છે કે આ યુવતીએ કોઇ અંગત કારણોસર અંતિમ પગલું ભર્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ યુવતી તેનું પાયાનું શિક્ષણ પૂરું કરી છેલ્લાં 15 દિવસથી અગ્નિવીર તરીકે તાલીમ લઇ રહી હતી.
પોલીસે આ અંગે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નિવીર યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આ યોજના 2022માં શરુ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ સેનાની ત્રણે શાખાઓમાં એટલે કે થલ સેના, વાયુ સેના અને નૌસેનામાં ભરતી કરવામાં માટે સરકાર ગ્વાર અગ્નિપથ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત 16મી જૂન 2022માં કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ બાદ 75 ટકાને નિવૃત્ત કરવામાં આવે છે. અને 25 ટકાને કાયમી કરવામાં આવે છે. આ સમયગાળા દરમીયાન ચાર વર્ષની નોકરી બાદ 11.7 લાખ રુપિયા સેવાધન તરીકે આપવામાં આવે છે. જેના પર કોઇ ટેક્સ હોતો નથી.