આમચી મુંબઈમહારાષ્ટ્ર

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈની લોકલ ટ્રેનમાં કર્યો પ્રવાસ…

પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે અધિકારીઓ સાથે મંત્રણા

મુંબઈઃ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજ્યમાં કેન્દ્રીય પ્રધાનોની અવરજવર વધી છે ત્યારે આજે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને સૌને ચોંકાવ્યા હતા. રેલવે પ્રધાનની અચાનક લોકલ ટ્રેનની મુસાફરીને કારણે રેલવેના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા.

આ પણ વાંચો : 12 એસી લોકલ રદઃ મધ્ય રેલવેના એસી લોકલના પ્રવાસીઓને ફટકો

મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં રેલવે પ્રધાને નોન-પીક અવરમાં ટ્રાવેલ કર્યું હતું. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્લો લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને રેલવેના ઉચ્ચ અધિકારીઓની સાથે રેલવેના પેન્ડિંગ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. મુંબઈ સબર્બન રેલવેના મહત્ત્વના પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવાનો અનુરોધ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈની લોકલ ટ્રેન અને મહત્ત્વના પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવાની ચર્ચા કરવામાં આવી હતી. અંબરનાથ સ્લો લોકલ પકડીને મુંબઈના 12 મહત્ત્વના પ્રોજેક્ટને પૂરા કરવાની સાથે વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવવામાં આવશે. રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ, લોકલ ટ્રેનની ફ્રિકવન્સી સાથે સિગ્નલિંગ સિસ્ટમ સુધારવામાં આવશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

રેલવે પ્રધાને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની સાથે રેલવેના કર્મચારીઓ અને કેન્ટિનના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

રેલવે પ્રધાને વડા પાઉં ખાવાની સાથે રેલવેના ઈન્ફ્રાસ્ટ્રાક્ચરમાં જરુરી સુધારા માટે પણ લોકો સાથે વાતચીત કરી હતી.

મુંબઈના અનુભવ અંગે રેલવે પ્રધાને કહ્યું હતું કે મુંબઈ એ મુંબઈ છે. મુંબઈ એકદમ યુનિક છે. મુંબઈનું કલ્ચર પણ એકદમ યુનિક છે. ગણપતિ દાદાના દર્શન કરવાની સાથે વડા પાંવ ખાવાની વાતને એકદમ યુનિક ગણાવી હતી.

આ પણ વાંચો : Good News: મુંબઈને વધુ એક વંદે ભારત ટ્રેન મળવાની શક્યતા

વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે બહુ ઝડપથી પેન્ડિંગ પ્રોજેક્ટના અમલીકરણ માટે કામગીરી કરવામાં આવશે.

રાજ્ય સરકાર પાસેથી પણ સારો સહકાર મળી રહ્યો છે, તેથી ટૂંક સમયમાં લોકલ ટ્રેનની કેપિસિટીમાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની સરકારને જનતા મહાયુતિને આશીર્વાદ આપશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button