આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફેસબૂક પર સુસાઈડ નોટ પોસ્ટ કરી આશ્રમ શાળાના શિક્ષકનો આપઘાત

મુંબઈ: ફેસબૂક પર સુસાઈડ નોટ પોસ્ટ કરીને બીડ જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષકે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. સુસાઈડ નોટમાં શિક્ષકે અંતિમ પગલું ભરવા પાછળ છ જણને જવાબદાર ગણાવ્યા હતા.

બીડ જિલ્લાના શિવાજી નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક બૅન્ક નજીકના નિવાસસ્થાને શનિવારે શિક્ષકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શિક્ષકની ઓળખ ધનંજય નાગરગોજે તરીકે થઈ હતી. તે છેલ્લાં 18 વર્ષથી બીડના કેળગાંવ ખાતે આવેલી વિના અનુદાનીત આશ્રમ શાળામાં કાર્યરત હતા.

આત્મહત્યા પૂર્વે શિક્ષકે ફેસબૂક પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં શાળા સાથે સંકળાયેલા છ જણની કથિત કનડગતથી કંટાળીને પોતે અંતિમ પગલું ભર્યું હોવાનું શિક્ષકે નોંધ્યું હતું.

આ પણ વાંચો…સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ ઉદ્યોગતિને બંધબારણે શા માટે મળ્યા?

આ પ્રકરણે શિવાજી નગર પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલના તબક્કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો નથી. શિક્ષકના પરિવારજનો ફરિયાદ નોંધાવવા આગળ આવશે તો પોલીસ વધુ પગલાં લેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ પોલીસે શિક્ષકનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button