આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજીનામું આપ્યા પછી અશોક ચવ્હાણે મૌન તોડ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળના કારણ વિશે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે હું આગામી બે દિવસમાં નક્કી કરીશ કે મારે શું કરવું છે. મેં જીવનભર કૉંગ્રેસ માટે કામ કર્યું છે અને હવે હું વિકલ્પ શોધી રહ્યો છું. મેં કૉંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી, વર્કિંગ કમિટીમાંથી અને વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મેં હાલ કોઇ પક્ષમાં સામેલ થવાનો નિર્ણય લીધો નથી. મારી કોઇપણ કૉંગ્રેસી વિધાનસભ્ય કે પછી નેતા સાથે વાતચીત થઇ નથી. હું પાર્ટીના મુદ્દાઓ વિશે જાહેરમાં ચર્ચા નહીં કરું. વડા પ્રધાનના શ્ર્વેત પત્ર અને મારા રાજીનામાને કોઈ સંબંધ નથી.

તેમણે કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોળેને પોતાનું રાજીનામુ મોકલાવી દીધું છે અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલના બાયોમાંથી પણ કૉંગ્રેસ પક્ષના દરેક પદભારનો ઉલ્લેખ કાઢી નાંખ્યો છે.

અશોક ચવ્હાણનો ભૂતકાળ પણ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. 2008થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા અશોક ચવ્હાણે બહુચર્ચિત આદર્શ કૌભાંડના કારણે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ તેમણે કેબિનેટમાં મહત્ત્વના ખાતાઓ સંભાળ્યા હતા. તેઓ નાંદેડથી ત્રણ વખત વિધાનસભ્ય અને ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button