આમચી મુંબઈમહારાષ્ટ્ર
ભાજપના સાંસદ અશોક ચવાણના સાળા ફરી કૉંગ્રેસમાં…
મુંબઈ: ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ચવાણને મોટો ઝટકો આપતાં તેમના સાળા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ભાસ્કરરાવ પાટીલ ખતગાંવકરે શુક્રવારે કૉંગ્રેસમાં પુનરાગમન કર્યું હતું. મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે ભાજપનો સાથ છોડી દીધો હતો.
નાંદેડ જિલ્લામાંથી ત્રણ વખત કૉંગ્રેસ વતી લોકસભામાં ચૂંટાયેલા ખતગાંવકરે ફરી એક વખત પક્ષપલટો કરતાં એમપીસીસીના અધ્યક્ષ નાના પટોલેની હાજરીમાં કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જ ખતગાંવકરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત ભૂતપૂર્વ વિધાનસભ્ય ઓમપ્રકાશ પોકર્ણા અને ખતગાંવકરની પુત્રવધુ મિનળ પણ કૉંગ્રેસમાં જોડાયા હતા.