રસ્તા બનતા જશે એ સાથે જ તેની ગુણવત્તાની ચકાસણી થતી જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસું પૂરું થવાની સાથે જ શહેરમાં અનેક ઠેકાણે રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના કામ પહેલી ઑક્ટોબરથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે રસ્તાના કામની ગુણવત્તા તપાસવા માટે નીમવામાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-બોમ્બે (આઈઆઈટી)એ પણ રસ્તાના કામની સાથે જ પોતાનું ઈન્સ્પેકશન કરવાનું કામ ચાલુ કરી દેવાનો નિર્દેશ સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ આપ્યો છે.
મુંબઈના તમામ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન કરવામાં આવવાનું છે. પહેલા તબક્કામાં ૩૯૨ કિલોમીટર તો બીજા તબક્કામાં ૩૦૯ કિલોમીટર એમ કુલ ૭૦૧ કિલોમીટર રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણ કરવામાં આવવાનું છે. તે માટે વર્ક ઓર્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. સિમેન્ટ-કૉંક્રીટીકરણના કામની ગુણવત્તા સારી રહે તે માટે આઈઆઈટીને થર્ડ પાર્ટી તરીકે નિમવામાં આવી છે, તે માટે સુધરાઈએ આઈઆઈટી સાથે એમઓયુ સાઈન કર્યા છે.
બીજા તબક્કાના પાંચ પૅકેજ (શહેરમાં એક, પૂર્વ ઉપનગરમાં એક અને પશ્ર્ચિમ ઉપનગરમાં ત્રણ) અને પહેલા તબક્કાના પૅકેજ એકના કામની ગુણવત્તા તપાસવાનું કામ આઈઆઈટી કરવાની છે.
પહેલી ઑક્ટોબર, ૨૦૨૪થી રસ્તાના કામની પૂર્વ તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે રસ્તાના નવેસરથી ચાલુ થનારા રસ્તાના કામની ગુણવત્તા પહેલેથી છેલ્લે સુધી જળવાઈ રહે તે માટે પાલિકાના રોડ ડિપાર્ટમન્ટના એન્જિનિયર અને આઈઆઈટીની ટીમે આપસમાં સતત સંવાદ જાળવી રાખવાનો રહેશે.
રસ્તાના કામ જાણીજોઈને હલકી ગુણવત્તા કરવામાં આવે નહી, તેથી સતત વિજિલન્સ રહે એ સાથે જ અજાણતામાં ભૂલ થાય નહીં તે માટે આઈઆઈટી પણ સતત માર્ગદર્શન કરવાની છે. રસ્તાના કામ ચાલત હશે ત્યારે સરપ્રાઈઝ વિઝિટ પણ કરવામાં આવવાની છે. કૉંક્રીટ પ્લાન્ટમાં મટિરિયલ બનાવવાથી લઈને કૉંક્રીટના રસ્તાનું કામ પૂરું થાય નહીં ત્યા સુધી જુદી જુદી ટેસ્ટ પણ આઈઆઈટીએ કરવાના રહેશે.
Also Read –