આમચી મુંબઈ

ડ્રાઈવ સેફઃ હરિયાણામા અકસ્માતમાં છ યુવક મોતને ભેટ્યા

માર્ગ પર અકસ્માત સર્જાવાથી માનવજિંદગઓ વેડફાઈ રહીછે. ટ્રાફિક અને ડ્રાઈવિંગના તમામ નિયમો હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો નથી. જલદી પહોંચવામાં કે ડ્રાઈવિંગને મજા તરીકે માણવામાં મોટે ભાગે યુવાનો જીવ ગુમાવી બેસે છે. દેશનું યુવાધન આ રીતે રસ્તા પર દમ તોડે તે ચિંતાનો વિષય છે. હરિયાણાના ભિવાનીના બહલ વિસ્તારના સેરલા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે એક કાર અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે ટક્કર થવાથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે યુવકોના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હોવાની ઘટના ઘટી છે.

ગઈકાલે મોડી રાત્રે 6 યુવકો ગાડીમાં સેરલા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર ઉભેલી એક ટ્રક સાથે તેઓની કારની જબરદસ્ત ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીના ફૂરચા બોલી ગયા હતા અને તેમાં સવાર ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે યુવકો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં મૃતકની ઓળખ રવિ તરીકે થઈ છે


જેની ઉંમર 18 વર્ષ જણાવવામાં આવી છે. બીજા યુવકઈ ઓળખ બરવાલાના રહેવાસી પ્રદીપ તરીકે કરવામાં આવી છે. જયારે અન્ય ચાર યુવકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. યુવકો 18થી 25 વર્ષ વચ્ચેના હોવાનું પ્રાથમિક જાણકારીમાં માલૂમ પડ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ યુવાનોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ આજે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોલીસની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. આ અંગે પોલીસે મૃતકોની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button