શ્રી રામના શંખનાદ સાથે ૨૦૨૪નો અરુણોદય | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શ્રી રામના શંખનાદ સાથે ૨૦૨૪નો અરુણોદય

અનેક વર્ષોથી હિન્દુસ્તાનીઓે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એ
શ્રી રામમંદિર આજથી શરૂ થતા ૨૦૨૪ના બાવીસમાં દિવસે અસ્તિત્વમાં આવનાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના કાર્યકાળમાં આ શક્ય બન્યું છે. જાન્યુઆરી મહિનાની પંદર તારીખથી દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. ફક્ત અયોધ્યા જ નહીં, પણ સંપૂર્ણ દેશમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવાની તૈયારીઓ થઇ ગઇ છે. તસવીરમાં વર્ષના છેલ્લા સૂર્યાસ્ત દરમિયાન સૂર્યને ચુંબન કરતું પક્ષી ૨૦૨૩ને વિદાય આપતું નજરે પડી રહ્યું છે, જ્યારે રામ નામની ઇંટ માથે લઇને આ બાળકી નવા વર્ષનો પાયો રાખી રહી હોય એવું જણાઇ રહ્યું છે. (પીટીઆઈ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button