આમચી મુંબઈમહારાષ્ટ્ર

આવી ગયો ફળોનો રાજાઃ કોંકણની હાફુસનું મુંબઈમાં આગમન, જાણો કેટલો છે ભાવ

મુંબઇઃ કેરીની સિઝન જાય નહીં ત્યાં તો કેરીના રસિયાઓ આગામી વર્ષે કેરી ક્યારે આવશે તેની માટે તલપાપડ થવા માંડે છે. સામાન્ય રીતે કેસર અને હાપુસ કેરીઓ વધુ પસંદ કરવામાં આવે છે અને ભાવ વધુ હોવા છતાં પણ આ કેરીની ખરીદી કરવામાં આવે છે જો કે, આ વર્ષે મેંગોની સિઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે આ સીઝનની કેસર કેરીનું પ્રથમ બોક્સ એપીએમસી ફ્રૂટ માર્કેટમાં આવી ગયું છે. મુંબઈમાં કેરીના આગમન બાદ આ સિઝનના પ્રથમ બોક્સ ટૂંક સમયમાં પુણેના બજારમાં આવશે.

મુંબઈમાં કેસર કેરીનુ આગમન દર વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરીમાં થાય છે ત્યાર બાદ ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી કેરી મળવા લાગે છે. આ વર્ષે વરસાદના કારણે કેરી મોડી આવી છે. કોંકણની કેરીનું બોક્સ સોમવારે નવી મુંબઈના APMC માર્કેટમાં આવ્યું હતું. કેરીના પ્રથમ બોક્સના આગમન બાદ તેની પૂજા પણ કરવામાં આવી હતી.

આ વર્ષે વરસાદ સારો રહ્યો હતો. જોકે, ત્યારબાદ કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે બજારમાં કેરી મોડી આવી છે, તેથી હવે આ વર્ષ કેરીની સિઝન પણ મોડી શરૂ થશે. આ વર્ષે માર્ચ મહિનાથી કેરીની સિઝન શરૂ થશે.

કોંકણની હાપુસ કેરી દુનિયાભરમાં વખણાય છે. તેનો સ્વાદ પણ અન્ય કેરીઓથી અલગ અને નિરાળો હોય છે. લોકો હાપુસ ખાવા આતુર હોય છે. પરંતુ આ વર્ષે હાપુસને બદલે કેસર કેરીની સિઝન શરૂ થઈ છે. દેવગઢના ખેડૂત તેને વેચાણ માટે મુંબઈ લાવ્યા છે. 2025ની સીઝન માટે કેસર કેરીનું આ પ્રથમ બોક્સ છે. આ કેરીઓ કોંકણના દેવગઢ તાલુકાના ખેડૂત શકીલ મુલ્લાના ખેતરની છે. આ બોક્સની કિંમત 15,000 થી 16,000 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો…Mumbai Fire: અંધેરીમાં હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એકનું મોત

કેરીની સિઝનમાં મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે પ્રથમ સન્માન હાપુસ કેરીને બદલે ‘કેસર’ કેરીએ મેળવ્યું છે. માર્ચ મહિનાથી કેરીની આવક વધવાની શક્યતા છે. ટૂંક સમયમાં હાપૂસ કેરીના બોક્સ પણ આવશે.
આ સિઝનમાં કેરીનું પહેલું બોક્સ કોણ ખરીદશે તેના પર સૌનું ધ્યાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button