મુંબઈથી કેબમાં આવીને પુણેમાં ચોરી કરનાર બે ગઠિયાની ધરપકડ, જાણો શું છે આખો મામલો
પુણે: ધોળા દિવસે સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર બે લોકોની પુણે પોલીસે પાલઘરથી ધરપકડ કરી હતી. મોહમદ રઈસ અબ્દુલ આહદ શેખ (37) અને મોહમદ રિઝવાન હનીફ શેખ (33) આ બે આરોપીઓ મુંબઈના રહેવાસી હતા. આ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી 30 તોલાના સોનાના દાગીના સાથે અનેક મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ 20.14 લાખ રૂપિયાનો ચોરીનો સમાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ ઘરોમાં ચોરી કરવા માટે મુંબઈ-પુણે આમ કેબથી પ્રવાસ કરતાં હતા.
આ પણ વાંચો: આવતીકાલે બહાર નીકળતા પહેલાં જોઈ લો Mumbai Local Trainનું Time Table
23 માર્ચે પુણેના એક વિસ્તારમાં એક જ દિવસે બે જગ્યાએ ચોરી થતાં આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરતાં સીસીટીવી ફૂટેજમાંથી આ ચોરીનું કનેક્શન મુંબઈથી હોવાનું જાણવા મળ્યું હતું. તે બાદ કાર્યવાહી કરી આ બંને ચોરની મુંબઈના નાલાસોપારા અને પાલઘરથી ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓએ આ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: એટીએસની મોટી કાર્યવાહી: નવી મુંબઈમાં રહેતા પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ
આ બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી મોહમદ રઈસ અને મોહમદ રિઝવાન પુણેના વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરવા માટે ઓનલાઇન કેબ બૂક કરીને મુંબઈથી પુણે આવતા હતા અને ચોરી કરીને ટ્રેનથી તેઓ મુંબઈ ફરાર થઈ જતાં હતા. આ બંને આરોપીઓની અનેક સમયથી પોલીસ શોધ કરી રહી હતી. આરોપી મોહમદ રઈસ સામે 30 કરતાં પણ વધુ ગુનાઓ દાખલ છે અને મોહમદ રિઝવાન સામે પણ છ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી, એક અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો: મતદાન નહીં કરો તો બૅન્કમાંથી કપાઇ જશે ₹ ૩૫૦!
પુણે શહેરના વિસ્તારોમાં ચોરીની ઘટનામાં વધારો આવ્યો હતો. ધોળા દિવસે અનેક ઘરોમાં ચોરી થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ આરોપીઓ પુણેમાં કેબથી આવીને રિક્ષાનો પ્રવાસ કરી ચોરી કરવા પહોચતા હતા. આ આરોપીઓ રિક્ષા ચાલક પાસેથી જૂની ઇમારતો માહિતી મેળવીને તેમા ચોરી કરતાં હતા. જૂની ઇમારતોમાં સીસીટીવી કૅમેરા કે બીજી અનેક સુરક્ષા સુવિધાઓના અભાવને લીધે તેઓ એવી જ ઇમારતના ઘરને પોતાનો શિકાર બનાવતા હતા. જોકે એક વિસ્તારમાં ચોરી કરવા દરમિયાન સીસીટીવી કૅમેરામાં કેદ થયા હોવાથી તેમની ધરપકડ શક્ય બની, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.