આમચી મુંબઈ

સેના વિરુદ્ધ સેના: ૭ માર્ચે સુપ્રીમમાં સુનાવણી

મુંબઈ: જૂન ૨૦૨૨માં શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથને ‘અસલી રાજકીય પક્ષ’ ઘોષિત કરવાના મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના આદેશને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણી સાતમી માર્ચે હાથ ધરવામાં આવશે એવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કરી હતી. ઠાકરે જૂથની અરજીની સુનાવણી પહેલી માર્ચે મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ થવાની હતી.

ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે અરજીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ અરજીની સુનાવણી સાતમી માર્ચે કરવામાં આવે એવી રજૂઆત તેમણે ખંડપીઠ સમક્ષ કરી હતી. આ અરજી વહેલી તકે હાથ ધરવામાં આવશે એવી ખાતરી સુપ્રીમ કોર્ટે આપી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button