આમચી મુંબઈમહારાષ્ટ્ર

છોકરીઓને રમતગમતમાં પ્રોત્સાહિત કરવા ગર્લ્સ સ્પોર્ટ્સ કંપનીઓની સ્થાપના કરશે આર્મી

તાજેતરમાં ઉજવાયેલા મહિલા દિવસના અવસર પર ભારતીય સેનાએ મોટા સમાચાર આપ્યા છે. ભારતીય આર્મીએ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે અને છોકરીઓને રમતગમતમાં રસ પેદા કરવા માટે બે આર્મી ગર્લ્સ સ્પોર્ટ્સ કંપનીની રચના કરવાની જાહેરાત કરી છે. આર્મી બે આર્મી ગર્લ્સ સ્પોર્ટ્સ કંપની (AGSC)ની સ્થાપના કરશે જે કેટલીક વિશેષ સુવિધાઓથી સજ્જ હશે. આ કંપનીઓની સ્થાપના મહુમાં આર્મી માર્ક્સમેનશીપ યુનિટ અને પુણે ખાતે આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવશે, આ વર્ષના જે એપ્રિલથી શરૂ થશે.

ભારતીય સેના પહેલેથી જ છોકરાઓ માટે આવી કંપની ચલાવે છે. હવે આ સુવિધા છોકરીઓ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ સૈન્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આર્મી સ્પોર્ટ્સ કંપની પ્રતિભાશાળી ખેલાડીઓને સુવિધાઓ યોગ્ય વાતાવરણ અને તેમજ રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ સ્પોર્ટ્સ કંપનીઓએ ભાવિ ચેમ્પિયન પણ તૈયાર કર્યા છે અને સૈનિકોને રમતગમત માટે પણ પ્રેરિત કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે હવે મહિલા સૈનિકોને પણ સમાન રમત સુવિધાઓની તક મળશે જેના કારણે તેમનો વિકાસ થશે અને મહિલા સૈનિકો રમત ગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થશે. આ સિવાય અહીંથી ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને સેનામાં સીધો પ્રવેશ મળી શકશે. આ કંપનીઓ મહિલાઓને રમત ગમતના ક્ષેત્રમાં પ્રવેશવા માટે સક્ષમ બનાવશે.

છોકરીઓને સ્પોર્ટ્સની તાલીમ આપવામાં પણ આવશે આ ઉપરાંત AGSC હેઠળ પસંદ કરવામાં આવેલી છોકરીઓને અગ્નિવીર અને નોન કમિશન ઓફિસર સહિતની યોજના દ્વારા આર્મીમાં સીધી ભરતી થવા માટે પાત્ર બનવાની તક પણ મળશે.

AGSC દ્વારા છોકરીઓને શૂટિંગ તિરંદાજી એટલેટીક્સ બોક્સિંગ અને વેઇટ લિફ્ટને તાલીમ આપવામાં આવશે આ રમતોની તાલીમ માટે આર્મી પાસે મહુ અને પુણે ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્પોર્ટ્સ કેન્દ્ર પણ છે. સેના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અહીં ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવેલી છોકરીઓને સેનાના એથ્લેટ્સનો અનુભવ પણ મળશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા