આમચી મુંબઈ

શું તમે જાણો છો કે અર્જુન કપૂરના મોબાઇલ સ્ક્રિન પર કોનો ફોટો છે? મલાઇકાનો…?

મુંબઇ: સેલીબ્રીટી હોય કે સામાન્ય માણસ તેમના ફોનની સ્ક્રિન પર તેમના બાળકો, પતિ, પત્ની કે પછી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો ફોટો હોય છે એ વાત સર્વ સામાન્ય છે. પણ શું તમે જાણો છો કે જાણીતા બોલીવુડ અભિનેતાના ફોન સ્ક્રિન પર કોનો ફોટો છે? જો તમારો જવાબ મલાઇકા છે તો તમે જવાબ ગલત હૈ…. કારણ કે અર્જુન કપૂરના ફોનના સ્ક્રિન પર મલાઇકા નહીં પણ તેના એકદમ ખાસ વ્યક્તીનો ફોટો છે.

અભિનેતા અરબાઝ ખાન સાથે ડિવોર્સ થયા બાદ 2017માં અભિનેત્રી મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં આવી. એજ ડિફ્રન્સને કારણે તેમના સંબંધની પણ ખૂબ ચર્ચા થઇ. મલાઇકા 49 અને અર્જુન કપૂર 37 વર્ષનો છે. અર્જુન અને મલાઇકા એકબીજા સાથે ડેટ કરી રહ્યાં છે. આ બંનેના અફેરને પણ હવે લાંબો સમય થઇ ગયો છે. ઘણીવાર બંને સાથે જોવા મળે છે. અને તેમના પ્રેમ બાબતે ખૂલીને ચર્ચા પણ કરે છે. હાલમાં અર્જુન કપૂરનો એરપોર્ટનો એક વિડીયો જોવા મળ્યો છે. આ વિડીયોમાં અર્જુન કપૂર એરપોર્ટ પર દેખાઇ રહ્યો છે. અર્જુન તેના ફેન્સ સાથે ફોટો પડાવી રહ્યો છે. આ સમયે અર્જુના હાથમાં તેના મોબાઇલ ફોનની સ્ક્રિન પર જે ફોટો છે એણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

અર્જુનના ફોનની સ્ક્રિન પર તેનો અને મલાઇકાનો ફોટો હશે એમ બધાને લાગ્યું હશે. પણ આવું જરાય નથી. આ વિડીયોમાં દેખાઇ રહ્યું છે કે, અર્જુનના ફોનની સ્ક્રિન પર તેની માતા મોના શૌરી કપૂરનો ફોટો છે. અર્જુન તેની માતા સાથે ખૂબ જ ક્લોઝ હતો. માતાના નિધન બાદ તેની યાદમાં અર્જુને તેના હાથ પર માં એવું ટેટૂ પણ કરાવ્યું છે. અર્જુન અને અંશુલાની માતા મોના કપૂર એ બોની કપૂરની પહેલી પત્ની હતી. 25 માર્ચ 2012ના રોજ મોનાનું નિધન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button