આમચી મુંબઈ

તમારા ઘર નજીકના રસ્તા પર ખાડા પડ્યા છે?

તો કરો અહીં ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સાથે જ રસ્તા પર ખાડા પડવાનું નક્કી છે. જો તમારી ઘરના રસ્તાની આજુબાજુ તમને ખાડા પડેલા દેખાય છે. તો તમે તરત તેની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાને ઘરબેઠા કરી શકો છે. ફરિયાદ કરવાના ૪૮ કલાકની અંદર જ ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવશે અને તમારી ફરિયાદ બાદ તમને ફીડબેક પણ મળશે. મુંબઈ મહાનગપાલિકાએ ફરિયાદ કરવા માટે ઍપ ચાલુ કરવાની જ વૉટ્સઍપ ચૅટબૉટ સર્વિસ પણ ચાલુ કરી છે.

રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચનારી મુંબઈ મહાનગરપાલિકાને ચોમાસામાં રસ્તા પર ખાડા પડવાના જ હોવાની ૧૦૦ ટકા ખાતરી છે. તેથી ખાડાની ફરિયાદ કરવા વૉટ્સઍપ ચૅટબૉટ સર્વિસ ચાલુ કરવાની સાથે જ ઍપ પર ખાડાની ફરિયાદ નોંધાવાની મુંબઈગરાને અપીલ કરી છે.

મુસળધાર વરસાદની સાથે જ સતત વરસાદને કારણે રસ્તા પર ખાડા પડવાના હોવાનું સ્વીકાર કરી લેનારી સુધરાઈએ આ ખાડાનું ઝડપથી સમારકામ કરવા માટે ‘પૉટહોલ ક્વિકફિક્સ’ મોબાઈલ ઍપ અને વૉટ્સ ઍપ ચૅટબૉટ (૮૯૯૯૨૨૮૯૯૯) સર્વિસ ચાલુ કરી છે. ‘પૉટહોલ ક્વિકફિક્સ’ મોબાઈલ ઍપ નવ જૂન, ૨૦૨૫થી નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે.

પ્રશાસનના દાવા મુજબ રસ્તા પરના ખાડાના સમારકામની પ્રક્રિયામાં નાગરિકોનો પણ સહભાગ વધે અને નાગરિકોની ખાડા બાબતેની ફરિયાદની પ્રક્રિયા સરળ રહે તે માટે કાળજી લેવામાં આવશે. ઍપ્લિકેશન ઓપન કર્યા બાદ ફરિયાદ સફળતાપૂર્વક નોંધાવાની પ્રક્રિયા ફકત પાંચ કરતા ઓછા ક્લીકમાં ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

આ ઍપ ઍન્ડ્રોઈડ અને આઈ.ઓ.એસ આ બંને સિસ્ટમ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ‘પૉટહોલ ક્વિકફિક્સ’ આ મોબાઈલ ઍપ યુઝર ફ્રેન્ડલી છે. આ ઍપ દ્વારા નાગરિકો ખાડાના ફોટા, સ્થળ અને માહિતી અપલોડ કરીને ફરિયાદ નોંધાવી શકશે. મોબાઈલ ઍપ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સંબંધિત વિભાગને તાત્કાલિક મોકલીને સમારકામની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવશે. સમારકામ બાદ ફરિયાદની ફીડબેક પણ મોકલવામાં આવશે.

આ ઍપ એન્ડ્રોઈડ અને આઈ.ઓ.એસ આ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એ સિવાય વૉટ્સ ઍપ ચૅટબૉટ (૮૯૯૯૨૨૮૯૯૯) સર્વિસ પર પણ ખાડાની ફરિયાદ કરી શકાશે. ‘Pothole‘ અથવા ‘PT‘ તેમ જ મરાઠીમાં રહેલા ખાડા શબ્દ પર ક્લીક કરીને ખાડાની ફરિયાદ કરી શકશે.

ખાડા સંદર્ભામં ફરિયાદ કર્યા બાદ ૪૮ કલાકમાં આ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે અને જો ફરિયાદનું નિરાકરણ નહીં લાવ્યા તો ઉચ્ચ અધિકારી તેની નોંધ લેશે. ખાડા પૂર્યા બાદ ફરિયાદીને ફીડબેક મોકલવામાં આવશે અને જો ફરિયાદી તેનાથી સંતોષ નહીં થાય તો તે ફરિયાદ રીઓપન કરી શકશે.

આ પણ વાંચો…રસ્તા પરના ખાડા નાના હોય ત્યારે જ ભરો: કમિશનર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button