અરબાઝના શૂરા ખાન સાથે નિકાહ, 56 વર્ષની ઉંમરમાં કર્યા બીજા લગ્ન

મુંબઇ: સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાને 24મી ડિસેમ્બરના રોજ શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. 56ની ઉંમરમાં અરબાઝના આ બીજા લગ્ન છે. અગાઉ અરબાઝે જાણીતી અભીનેત્રી મલાઇકા અરોરા સાથે લગ્ન કર્યા હતાં. આ નિકાહ અરબાઝની બહેન અર્પીતાના ઘરે તમામ રીતી-રીવાજો સાથે સંપન્ન થયા હતાં.

અરબાઝ ખાનના લગ્નને લઇને છેલ્લાં ઘણાં સમયથી અટકળો ચાલી રહી હતી. પણ આખરે 24મી ડિસેમ્બરના રોજ અરબાઝ અને શૂરા ખાને લગ્ન કરી લેતાં આ તમામ અટકળોનો અંત આવ્યો હતો. ગઇ રાલે મોડી રાત્રે અરબાઝે તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની તસ્વીરો શેર કરતાં લખ્યું કે, અમારા પ્રિયજનોની હાજરીમાં અમે હંમેશા માટે એકબીજાના થયા છે અને અમે અમારા પ્રેમની નવી શરુઆત કરી છે.

આ બંનેની નિકાહ સેરેમની રવિવારે મોડી સાંજે અરબાઝની બહેન અર્પીતાના ઘરે થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝના લગ્નની વાતો ઘણાં સમયથી મીડિયામાં છવાયેલી હતી. આ લગ્નમાં આખો ખાન પરિવાર ખૂશીથી ઝૂમી રહ્યો હતો. ત્યારે અરબાઝનો 21 વર્ષના દિકરો અરહાન પણ તેના પિતાના લગ્નમાં ખૂબ ખૂશ દેખાઇ રહ્યો હતો. તેણે પિતા સાથે મળીને તેરે મસ્ત મસ્ત દો નૈન… ગીત પણ ગાયું. ઉપરાંત અરહાને નવી અમ્મી શૂરા ખાન સાથે મ્યુઝીકના તાલે ખૂબ ઠૂમકા લગાવ્યા હતાં.
અરબાઝ અને શૂરા ખાનની નિકાહ સેરેમનીમાં પિરવારજનો ઉપરાંત ઘણાં બોલીવૂડ સેલિબ્રીટી પણ એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતાં.