આમચી મુંબઈમનોરંજન

ફાયરિંગના બનાવ પછી અરબાઝ ખાને સલમાન અંગે આપ્યું મહત્ત્વનું નિવેદન…

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર આજે ગોળીબાર થયો હતો. આ ઘટનાને લઈને સલમાનનો આખો પરિવાર તેના સપોર્ટમાં આવ્યો છે. આજના ગોળીબારની ઘટના બાદ ભાઈ અરબાઝ ખાન સલમાન ખાનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. સલમાન ખાન તેના ભાઈ આરબઝ અને સોહેલ ખાન સાથે સારા સંબંધ છે.

મોટા ભાઈ સલમાન ખાન સાથેના તેના રિલેશન બાબતે નાના ભાઈ સોહેલ ખાન માહિતી આપી હતી. એક ઇન્ટરવ્યૂમાં અરબાઝે કહ્યું હતું કે સલમાન સાથે મારી વધારે વાત નથી થતી. હું અને સલમાન બંને ખૂબ જ ક્લોઝ છીએ, પણ અમે રોજ એકબીજા સાથે વાત કરતાં નથી.


જોકે મુશ્કેલીના સમયે હંમેશ એકબીજાને મદદ કરવા માટે તૈયાર રહે છે. અમે ભાઈઓ પોત પોતાના કામકાજમાં વ્યસ્ત રહે ત્યારે જ દૂર રહીએ છીએ. પરંતુ અમે ત્રણેય ભાઈ પર કોઈ પણ પર્સનલ કે પ્રોફેશનલ મુસીબત આવે ત્યારે અમે એકબીજા સાથે ઊભા રહીએ છીએ.


બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનને અનેક વખત મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમ જ લોરેન્સ બિશ્નોઈ દ્વારા સલમાન ખાનને કાળિયારનો શિકાર કરવા બદલ માફી માગવા માટે કહેવામાં આવ્યું છે અને જો સલમાન માફી નહીં માગે તો તેને મારી નાખશુ એવી પણ અનેક ધમકીઓ સલમાનને આપવામાં આવી રહી છે.
સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી રહી છે, એવા સમયે તેના બાન્દ્રામાં આવેલા ઘરની સામે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સલમાનના ઘરની બહાર સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button