આમચી મુંબઈ

યુદ્ધ જહાજ પર પહેલી વખતમહિલા ‘કેપ્ટન’ની નિમણૂક

ભારતીય નૌકાદળની પહેલ

મુંબઈ: ભારતીય નૌકાદળના પેટ્રોલિંગ જહાજો પર હવેથી મહિલા કેપ્ટનની પણ નિમણૂક કરવામાં આવશે. ભારતીય નૌકાદળના આઇએનએસ ત્રિંકટ આ પેટ્રોલિંગ અને યુદ્ધ જહાજ પર મહિલા કમાન્ડિંગ ઓફિસર એટલે મહિલા કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જહાજ પર મહિલા કેપ્ટન હેઠળ ૩૫ નૌસૈનિકો પોતાની ફરજ બજાવશે.

દેશમાં નૌકાદળમાં સૌથી વધારે મહિલા અધિકારી કાર્યરત હોવાની માહિતી છે. નૌકાદળમાં ૧૯૯૦થી મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. પણ મહિલાઓને માત્ર ઓફિસ કામો આપવામાં આવતા હતા, પણ ૨૦૦૧ પછી મહિલાઓની ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, પાયલોટની સાથે સાથે યુદ્ધ જહાજો અને સબમરીનમાં પણ નિમણૂક કરવામાં આવી છે પણ ક્યારેય પણ કોઈ મહિલાની યુદ્ધ જહાજના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી નહોતી.નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ પગલું મહિલાઓને સમાન તક આપશે. નૌકાદળમાં મહિલાઓને પણ દરેક પદ માટે નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ભારતના નૌકાદળમાં ૪૦ મહિલા અધિકારીઓ યુદ્ધ જહાજો પર તહેનાત છે અને લગભગ એક હજાર જેટલી મહિલાઓ અગ્નિવીર તરીકે કાર્યરત છે. ——————–
આઇએનએસ ત્રિંકટની વિશેષતા
આઇએનએસ ત્રિંકટ એક પેટ્રોલિંગ જહાજ છે જે દરિયામાં મચ્છીમારોને સુરક્ષા પૂરી પાડવાની સાથે ઘૂસણખોરોને અટકાવવા અને દરિયામાં શોધ અને બચાવ કર્યા પાર પાડે છે.
આઇએનએસ ત્રિંકટ ૨૬૦ ટન વજન ધરાવતી કલાકે ૫૬ કિમીની જડપે દોડતી યુદ્ધ નૌકા છે જેમાં ચાર કિમી દૂર સુધી હુમલો કરતી ૩૦૦ મીમીની તોપ પણ લગાડવામાં આવી છે. આઇએનએસ ત્રિંકટના કેપ્ટન પદે સૌપ્રથમ એક મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી રહી છે. નેવીની પરીક્ષામાં પાસ થયેલી આ મહિલા અધિકારીને કેપ્ટનની તાલીમ આપ્યા બાદ તેને કમાન્ડિંગ ઓફિસર તરીકેની જિમ્મેદારી સોપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…