નીટ પરીક્ષા માટે અરજી કરવાની મુદત લંબાવાઇ: વિદ્યાર્થીઓને રાહત
પુણે: મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (નીટ) પરીક્ષા પાંચ મેથી શરૂ થવાની છે. આ પરીક્ષા માટે અરજીની તારીખ આગળ ધકેલીને 16 માર્ચ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આ તારીખ સુધી પરીક્ષા માટે
અરજી કરી શકશે એવી માહિતી અધિકારીએ આપી હતી.
નેશનલ એક્ઝામિનેશન ઓથોરિટી (એનટીએ) દ્વારા નીટ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે નવ ફેબ્રુઆરી છેલ્લી તારીખ આપવામાં આવી હતી, જોકે તેને વધારીને હવે 16 માર્ચ કરવામાં આવતા ફોર્મ ન ભરી શકનારા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
પાંચ માર્ચે શરૂ થનારી નીટ પ્રવેશ પરીક્ષાનું પરિણામ 14 જૂને જાહેર કરવામાં આવશે. મરાઠી સાથે 13 ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવે છે જેથી ઇચ્છુક વિદ્યાર્થીઓને એનટીએની વેબસાઇટ પર પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અને ફી બાબતની માહિતી મળશે, એવી જાહેરાત કરવામાં આવી છે.