ભારતમાં ખુલશે Apple ના ફ્લેગશિપ સ્ટોર, મેઇડ ઇન ઈન્ડિયા હશે iPhone 16 Pro…

નવી દિલ્હી : એપલે( Apple)એ ગયા વર્ષે 2023 માં ભારતમાં તેના બે ફ્લેગશિપ સ્ટોર ખોલ્યા છે. આ એપલ સ્ટોર્સની જબરદસ્ત સફળતા બાદ હવે આ ક્યુપરટિનો કંપની નવા રિટેલ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી રહી છે. કંપની આગામી સમયમાં બેંગલુરુ, પુણે, દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં નવા સ્ટોર ખોલી શકે છે. Apple એ જાહેરાત કરી છે કે હવે iPhone 16 Pro અને iPhone 16 Pro Max સહિત સમગ્ર iPhone 16 સિરીઝનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે.
આ પણ વાંચો : iPhones સહીત Apple ના ડિવાઈસીસમાં સિક્યોરીટીની ગંભીર ખામીઓ! કેન્દ્ર સરકારની ચેતવણી
ભારતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના
એપલ રિટેલના વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ ડેઇડ્રે ઓ બ્રાયને કહ્યું કે, અમે અમારી ટીમને વિસ્તારવા અને ભારતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવવા માટે ઉત્સાહિત છીએ કારણ કે અમે સમગ્ર દેશમાં અમારા ગ્રાહકોની ક્રિએટીવીટી અને પેશનથી પ્રેરિત છે. અમે તેમને અમારા અદ્ભુત ઉત્પાદનો અને સેવાઓ શોધવા અને ખરીદવા વધુ રાહ નહિ જોવડાઈએ.
ગ્રાહકો સાથે જોડાણને મજબૂત કરવા એપલ સ્ટોર્સ શ્રેષ્ઠ
ઉલ્લેખનીય છે કે, એપલે આ વર્ષે 2023માં મુંબઈના બીકેસીમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો હતો. તેની બાદ દિલ્હીના સાકેતમાં એક દિવસ પછી બીજો એપલ સ્ટોર ખોલવામાં આવ્યો હતો. ઓ બ્રાયને વધુમાં જણાવ્યું હતું કે, અમારા સ્ટોર્સ એપલના મેજિકલ એકસિપીરન્યસ માટે ઉત્તમ સ્થળ છે. ભારતમાં અમારા ગ્રાહકો સાથે જોડાણને મજબૂત કરવા માટે એપલ સ્ટોર્સ શ્રેષ્ઠ રહ્યા છે.