એપ ટેક્સી ડ્રાઇવરોનો યુગ પૂરો થયો? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એપ ટેક્સી ડ્રાઇવરોનો યુગ પૂરો થયો?

વિપુલ વૈદ્ય
મુંબઈ:
સરકાર હવે રાજ્યમાં એપ-આધારિત ટેક્સી, રિક્ષા અને ઇ-બાઇક કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સરકારે એવી કંપનીઓને લગામ લાદવા માટે મોટી તૈયારીઓ કરી છે જે મોટો નફો રળવા માટે મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ કરી રહી છે. ‘મુસાફરો અને ડ્રાઇવરો આ ક્ષેત્રનું કેન્દ્રબિંદુ હોવા જોઈએ,’ એમ પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

મંત્રાલયમાં આયોજિત ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન (આઈએફએટી)ની બેઠકમાં બોલતા, સરનાઇકે કહ્યું કે એપ-આધારિત ટેક્સીઓ, રિક્ષા અને ઇ-બાઇક ટેક્સીઓ માટે નવી ‘એગ્રીગેટર પોલિસી’ માત્ર બે દિવસમાં જાહેર કરવામાં આવશે. આ નીતિ મુસાફરો અને ડ્રાઇવરોના હિતોને પ્રાથમિકતા આપે છે અને કંપનીઓ માટે વાજબી ભાડા વસૂલવાની અને ડ્રાઇવરો દ્વારા પ્રાપ્ત થતી આવકના ઓછામાં ઓછા 80 ટકા પરત કરવાની શરત રહેશે.

આપણ વાંચો: ઓલા, ઉબેર, રેપિડો ભૂલી જાઓ! રાજ્ય સરકાર સીધી જ સર્વિસ શરૂ કરશે!

પરિવહન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળ, પરિવહન કમિશનર વિવેક ભીમનવર, સંયુક્ત સચિવ કિરણ હોલકર અને આઈએફએટીના પ્રમુખ પ્રશાંત સાવરડેકરની હાજરીમાં યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરનાઇકે કહ્યું હતું કે, કેટલીક એપ કંપનીઓ નફાના હિતમાં મુસાફરો અને ડ્રાઇવરો સાથે આર્થિક રીતે છેતરપિંડી કરી રહી છે. હવે સરકાર તેમના પર અંકુશ લગાવવા જઈ રહી છે.

આ નવી નીતિ રાજ્યમાં બેરોજગાર યુવાનોને રોજગારની તકો પૂરી પાડશે. સરકાર એપ-આધારિત ટેક્સી, રિક્ષા અને ઇ-બાઇક સેવાઓને એક જ નિયમનના છત્ર હેઠળ લાવીને પારદર્શિતા વધારવાનો પણ પ્રયાસ કરી રહી છે.

‘આ ડ્રાફ્ટ નિયમન ફક્ત ઉદ્યોગ માટે નથી, પરંતુ દરેક મુસાફર અને ડ્રાઇવર માટે ન્યાય માટે છે,’ એવો દાવો સરનાઇકે દ્રઢપણે કર્યો હતો અને સમજાવ્યું કે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં પેસેન્જર સેવા ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button