આમચી મુંબઈ

એપીએમસી માર્કેટ બંધ:₹ ૧૦૦ કરોડનો વ્યવહાર ઠપ્પ

મુંબઈ: નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટ શુક્રવારે બંધ રાખવામાં આવી હતી. મરાઠા આરક્ષણના સમર્થનમાં માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવાળી નજીક આવી છે ત્યારે આ બંધને કારણે વિવિધ સામગ્રીઓની બજાર બંધ રહી હતી. ત્રણેય બજાર મળીને અંદાજે રૂ. ૧૦૦ કરોડનો વ્યવહાર ઠપ્પ થયો હતો.

મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર ૨૫ ઑક્ટોબરથી ભૂખ હડતાળ શરૂ કરી છે. તે પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે હું ભૂખ હડતાલ પર છું. આશા હતી કે સરકાર અમારી પીડા સમજશે; પરંતુ સરકાર ગેરમાર્ગે દોરાઈ રહી છે. જરાંગેએ કહ્યું છે કે સરકારને આપેલું ૪૧ દિવસનું અલ્ટીમેટમ પૂરું થઈ ગયું છે, ૪૧માં દિવસે પણ સરકાર મરાઠા આરક્ષણ માટે કોઈ સ્ટેન્ડ લઈ રહી નથી.

શુક્રવારે ૨૭ ઑક્ટોબરે મનોજ જરાંગે પાટીલની સતત ત્રીજી ભૂખ હડતાળ હતી. દરમિયાન તેમની ભૂખ હડતાલ અને માંગણીને સમર્થન આપવા માટે નવી મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ સંપૂર્ણ બંધ રાખી હતી. મનોજ જરાંગે પાટીલને સમર્થન આપવા માટે તમામ માથાડી કામદારોએ ભેગા થઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેથી ફ્રુટ માર્કેટ, ફૂલ માર્કેટ, મસાલા માર્કેટ સહિત તમામ બજારો બંધ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button