140 ખાસ મહેમાન પહોંચ્યા Mukesh Ambani-Nita Ambaniના ઘરે… આ રીતે કરાયું સ્વાગત…
મુંબઈઃ નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને રવિવારે સાંજે ‘યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં જાણીતા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મેડલ વિજેતાઓ પહોંચ્યા હતા, જેમાં નીરજ ચોપરા, મનુ ભાકરનો પણ સમાવેશ થાય છે. નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. છેલ્લા બે મહિનામાં આપણા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સ સમગ્ર વિશ્વમાં ગર્વથી ત્રિરંગો લહેરાવ્યો હતો. પહેલી વખત ૧૪૦થી વધુ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક એથ્લેટ એક છત હેઠળ એકસાથે આવ્યા હતા.
આ પણ વાંચો :Nita Ambaniની કરોડોની ડાયમંડ રિંગ અને અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ, કિંમત એટલી કે…
નીતા અંબાણીએ કહ્યું કે વ્યાવસાયિક રમતોમાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જોતાં તેમની સફળતાઓ વિશેષ છે. માત્ર નાણાકીય પડકારો જ નહીં, પરંતુ તેમના પરિવારો પાસેથી પરવાનગી મેળવવી, અથવા તાલીમ માટે સુવિધાઓ શોધવી, ફિઝિયો અને પુનર્વાસ કેન્દ્રો સુધી પહોંચવા, કોચ સુધી પહોંચવા માટે તેમના ગામડાઓથી દૂર સુધી મુસાફરી કરવી પડે છે. છોકરીઓ માટે રમતગમતમાં સ્થાન મેળવવું એ લાંબી અને મુશ્કેલ યાત્રા છે. આમ છતાં આપણી મહિલા ખેલાડીઓ સફળતાના શિખરે પહોંચી છે. તેઓ એક મજબૂત સંદેશ આપી રહ્યા છે કે તેઓ અજેય છે અને તેમના માટે કશું જ અશક્ય નથી!
આ તમામે પેરિસ ૨૦૨૪ પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઇવેન્ટમાં પ્રીતિ પાલ, મોના અગ્રવાલ, સિમરન શર્મા, દીપ્તિ જીવનજી અને સરબજોત સિંહ, સ્વપ્નિલ કુસલે અને અમન સેહરાવત જેવા ઓલિમ્પિયન્સ સહિત અન્ય ઘણા ખ્યાતનામ એથ્લેટ્સે પણ હાજરી આપી હતી.
ભારતીય પુરૂષ હોકી ટીમનું પ્રતિનિધિત્વ કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પીઆર શ્રીજેશ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ પેરિસમાં મેડલ વિજેતા ટીમના સભ્યો હતા. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા લવલિના બોરગોહેન અને ૧૪ વર્ષની ભારતીય ટુકડીની સૌથી યુવા સભ્ય ધિનિધિ દેસિંધુ પણ હાજર હતા.
તેમની સિદ્ધિઓએ માત્ર દેશને ગૌરવ જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની પ્રેરણા પણ આપી છે. આ ઇવેન્ટમાં દીપા મલિક, સાનિયા મિર્ઝા, કર્ણમ મલ્લેશ્વરી અને પુલેલા ગોપીચંદ જેવા રમતગમતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા, જેમણે તેમની સિદ્ધિઓ અને શ્રેષ્ઠતાથી અસંખ્ય યુવાનોને પ્રેરણા આપી છે.