આમચી મુંબઈ

યહૂદી વિરોધી ભાવના: મુંબઈના લેખકનો વિરોધ

મુંબઈ: યહૂદીવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદની સરખામણી કરતા પત્ર પર હસ્તાક્ષર કરવા બદલ ટીકા થતાં મુંબઈ સ્થિત લેખક રણજિત હોસકોટેએ જર્મનીમાં આયોજિત આગામી ડોકયુમેન્ટા આર્ટ ફૅસ્ટિવલની ફાઈન્ડિંગની કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. સમકાલીન કલા વિશ્ર્વની કલાકૃતિના પ્રદર્શનમાં ડોક્યુમેન્ટા એક આદરણીય નામ છે. આ સંસ્થાના પ્રદર્શનનું આયોજન દર પાંચ વર્ષે જર્મનીના કાસેલા શહેરમાં થાય છે. સંસ્થાના સોળમા પ્રદર્શનનું આયોજન ૨૦૨૭માં થવાનું છે. નવમી નવેમ્બરે જર્મનીના દૈનિકમાં રણજિત હોસકોટેની ટીકા કરતા પ્રગટ થયેલા લેખને પગલે લેખકે રાજીનામું આપ્યું છે. મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સહ આયોજિત ‘યહૂદીવાદ અને હિન્દુત્વ’ વિષય પર આયોજિત કાર્યક્રમના વિરોધમાં ૨૦૧૯ની બીડીએસ (બહિષ્કાર, વિનિવેશ અને પ્રતિબંધ) અરજી પર હસ્તાક્ષર કરવા બદલ લેખક પર બીડીએસ પ્રત્યે કૂણું વલણ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીડીએસ ઝુંબેશ પેલેસ્ટાઈન લોકો પર ઈઝરાયલના અત્યાચારને આંતરરાષ્ટ્રીય સમર્થનને અટકાવવા કાર્યરત છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button