આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપનો ધર્માન્તરણ વિરોધી કાયદાનો વાયદોઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તીઓ કેમ ચિંતામાં મૂકાયા

મુંબઇઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તી સમુદાયને આ ચૂંટણીની મોસમમાં મુશ્કેલ નિર્ણયનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્માંતરણ વિરોધી કાયદાઓ અને લઘુમતી ક્વોટા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના તાજતરના નિવેદનોએ ચિંતા પેદા કરી કરી છે. અમિત શાહે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુંબઈમાં જાહેર કરેલા ઢંઢેરામાં બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે એક કડક ધર્માંતરણ વિરોધી કાયદો લાવવાની વાત કરી છે, જેને કારણે મહારાષ્ટ્રમાં લઘુમતી ખ્રિસ્તી સમુદાય માટે વિધાનસભાની ચૂંટણી મુશ્કેલ બની ગઈ છે. હાલમાં જ આ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં વરિષ્ઠ પાદરીઓ, એનજીઓ અને કાર્યકરો ખ્રિસ્તી સમુદાય ખાસ કરીને યુવાનો કેવી રીતે મતદાન કરશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમસ્ત ખ્રિસ્તી સમાજ નામના એનજીઓના એક વરિષ્ઠ આગેવાને જણાવ્યું હતું કે ‘પરિવર્તન વિરોધી કાયદા દ્વારા ખ્રિસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કાયદાઓએ એવું વાતાવરણ ઊભું કર્યું છે કે લઘુમતી ધર્મમાં પરિવર્તન ખૂબ જ જોખમી છે. પાદરીઓ પર લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપવાનો ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રીયન ઈસ્ટ ઈન્ડિયન ક્રિશ્ચિયન ફેડરેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, “ટિકિટની વહેંચણી દરમિયાન અમારા સભ્યોની અવગણના કરવા બદલ ક્રિશ્ચિયન સમુદાય કોંગ્રેસ, એનસીપી અને બંને શિવસેનાથી નાખુશ છે. કોંગ્રેસને લાગે છે કે અમારી પાસે તેમને મત આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. ભાજપ વિચારે છે કે તમામ ખ્રિસ્તીઓ તેમની વિરુદ્ધ જશે, પરંતુ તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે 2014માં ઘણા કૅથલિકોએ તેમને મત આપ્યા હતા કારણ કે તેઓ કૉંગ્રેસથી નિરાશ હતા.”
આર્કડિયોસીસના સામાજિક ધર્મપ્રચારકના પ્રભારીએ બંધારણનો આદર કરતા પક્ષને મત આપવાની હાકલ કરતા જણાવ્યું હતું કે આપણે કોમી તણાવ, બગડતી આર્થિક અસમાનતા, નોકરીઓનો અભાવ અને ધર્માંતરણ વિરોધી બિલ જેવા અનેક અન્યાય જેવા મુખ્ય મુદ્દાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવી જોઇએ.

થાણેમાં, AOCC ના આગેવાનોએ પણ બિનસાંપ્રદાયિકતા અને સમુદાયની વફાદારીના દાવાઓ છતાં કોંગ્રેસની યાદીમાંથી ખ્રિસ્તી ઉમેદવારોને બાકાત રાખવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે અમે ખ્રિસ્તીઓને મતદાન કરીને તેમની નાગરિક ફરજ પૂરી કરવા વિનંતી કરીએ છીએ. અમે ન તો કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિગત ઉમેદવારોને સમર્થન આપીએ છીએ. અમે સભ્યોને તેમના અંતરાત્મા મુજબ મતદાન કરવા અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જાળવી રાખવા માટે કહીએ છીએ.

આ પણ વાંંચો….Assembly Elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે

સત્તાવાર આંકડાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં 10,00,000 એટલે કે માત્ર એટલે કે 1% ખ્રિસ્તી મતદારો છે. રાજકીય પક્ષો તેમને મહત્વપૂર્ણ માનતા નથી કારણ કે તેઓ નિર્ણાયક પરિબળ નથી, પણ અમિત શાહના નિવેદનો બાદ ખ્રિસ્તી સમાજને લાગે છે કે આ ચૂંટણી તેમની ધાર્મિક સ્વતંત્રતાને અસર કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button