આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ લોકલની ગિરદીનો વધુ એક ભોગ

ડોંબિવલીના આયુષ દોશ બેલેન્સ ગુમાવી ટ્રેનમાંથી નીચે પટકાયો ને જીવ ગુમાવ્યો

થાણે: ડોંબિવલીવાસીઓ માટે મંગળવારનો દિવસ ફરી એક દુ:ખદ સમાચાર લઇને આવ્યો હતો. ડોંબિવલી પશ્ચીમ સ્થિત રહેતા ૨૦ વર્ષીય આયુષ જતીન દોશીએ મંગળવારે સવારે લોકલ ટ્રેનની મુસાફરીમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ટ્રેનમાં ભારે ગિરદીનો ભોગ આયુષ બન્યો હતો. આ ઘટનાને કારણે આયુષના પરિવારજનો પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો.

ડોંબિવલી પશ્ર્ચિમમાં આવેલી મધુ કુંજ સોસાયટીમાં રહેતા આયુષ સવારે નિયમિત રીતે સવારે ડોંબિવલીથી ટ્રેનનો પ્રવાસ કરી રહ્યો હતો. ફાસ્ટ લોકલ ટ્રેનમાં ભારે ભીડને કારણે બેલેન્સ ગુમાવનાર આયુષ નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘાયલ આયુષને ડોંબિવલીસ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો.

દરરોજ એકાદ ડોંબિવલીવાસીનો જીવ ટ્રેનોમાં થતી ભીડને કારણે ગુમાવવાનો વારો આવી રહ્યો છે. તેમ છતાં પરિસ્થિતિ બદલવાનાં કોઇ ચિહ્નો દેખાતાં નથી. હજી કેટલાં કુટુંબોએ આવી વેદના સહન કરવાનો વારો આવશે. ડોંબિવલીવાસીઓને આવી પરિસ્થિતિમાંથી બહાર પાડવાનો માર્ગ ક્યારે મળશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button