ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે | મુંબઈ સમાચાર

ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં આવેલા ભિવંડીમાં ફરી વિકરાળ આગ ફાટી નીકળી છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં ભીષણ આગ લાગી છે, જેમાં 22 ગોદામો બળીને રાખ થઈ ગયા છે. ભિવંડીના વડપે ગામની હદમાં આવેલા રિચલેન્ડ કમ્પાઉન્ડ વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી મળી છે. મળતી વિગતો અનુસાર આ ઔદ્યોગિક વિસ્તારમાં પાંચ મોટી કંપનીઓ અને એક ડેકોરેશનની વસ્તુઓ રાખતી કંપનીના વેરહાઉસ છે. આ ગોદામોમાં મોટી માત્રામાંઆરોગ્ય સંબંધિત પ્રોટીન ફૂડ પાવડર, રસાયણો, પ્રિન્ટિંગ મશીનો, ઇલેક્ટ્રોનિક સામાન, , કોસ્મેટિક સામગ્રી, કપડાં, જૂતા, મંડપ શણગાર સામગ્રી અને ફર્નિચરનો સંગ્રહ કરવામાં આવે છે. આથી આગને મોટું સ્વરૂપ ધારણ કરતા વાર લાગતી નથી.

આપણ વાંચો:  ભારત આતંકવાદ સાથે સમાધાન કરશે નહીં, પાકિસ્તાનનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે: એકનાથ શિંદે…

અગાઉ પણ અહીં ફર્નિચરના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી, જેને ઓલવવામાં ફાયર બ્રિગેડને કલાકો લાગી ગયા હતા. એક સમયે પાવરલૂમથી ધમધમતું ભિવંડી હવે વેરહાઉસ અને ગોડાઉનનું પણ ઘર થઈ ગયું થછે. મોટાભાગની ઑનલાઈન ડિલિવરી કંપનીઓના વેરહાઉસ-ગોડાઉન અહીં આવેલા છે. જેમાં દરેક પ્રકારનો સામાન હોય છે. આ સાથે ફર્નિચર અને કેમિકલ્સ ફેક્ટરીઓને કારણે પણ આગ લાગે છે.

સંબંધિત લેખો

Back to top button