આમચી મુંબઈ

આવા રાક્ષસોને આકરી સજા મળવી જોઈએઃ મુંબઈમાં ફરી બની હેવાનિયતની હદ પાર કરતી ઘટના

મુંબઈઃ મુંબઈમાં ફરી હેવાનિયતની હદ પાર કરનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. અહીં એક દસ વર્ષીય બાળકી સાથે માતાના બૉયફ્રેન્ડ અને તેની બીજી ગર્લફ્રેન્ડે મળીને રાક્ષસી કૃત્ય કર્યું છે. શહેરના જોગેશ્વરી વિસ્તારના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટનાનો અહેવાલ વાંચી આ ગુનેગારોને આકરામાં આકરી સજા આપવામાં આવે, તેવી માગણી સૌ કોઈની છે.

પોલીસે જણાવ્યા અનુસાર ફરિયાદીની દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ તેની ગર્લફ્રેન્ડની મદદથી બાળકીના ગુપ્તાંગમાં સ્ક્રુડ્રાઈવર ઈન્સર્ટ કર્યું હતું, જેને લીધે તેને અંદરના ભાગે પણ ઈજા પહોંચી છે. મેઘાણીનગર પોલીસે એફઆઈઆર નોંધી તપાસ આગળ ધરી છે.

બાળકીએ બતાવી બહાદૂરી

આ કેસમાં આરોપી 24 વર્ષનો છે અને તે બાળકીની માતાનો બૉયફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું છે. બાળકીની માતા અને બન્ને આરોપી એક કેટરિંગ સેવાઓ આપતી ખાનગી કંપનીમાં સાથે નોકરી કરતા હતા. આ બન્ને આરોપી ફરિયાદી મહિલાના હાથ નીચે કામ કરતા હતા અને તેમની સાથે જ ચાલમાં રહેતા હતા. 14મી અને 15મી જૂને જ્યારે મહિલા કામ પર ગઈ હતી ત્યારે બાળકી ઘરે એકલી હતી. આરોપીએ તેની સાથે ચાર વાર દુષ્કર્મ આચર્યું હતું અને તે દરમિયાન તેની ગર્લફ્રેન્ડે છોકરીના ગુપ્તાંગમાં સ્ક્રુડ્રાઈવર ઈન્સર્ટ કરી તેનો વીડિયો બનાવ્યો હતો. આ સાથે બન્નેએ છોકરીએ ધમકાવી, મારી હતી અને જો કોઈને ફરિયાદ કરશે તો વીડિયો લીક કરી દેશે, તેવી ધમકી પણ આપી હતી. જોકે બાળકી બહાદૂર નીકળી અને તેણે આ વાત માતાને કહી દેતા માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

મેઘાણીનગર પોલીસે ભારતીય ન્યાયસંહિતા અંતર્ગત સેક્શન 64(1), 64(2)(આઈ), 115,352 અને 351 (3) અને POCSO Actની કલમો અનુસાર 4,6,8, 12 હેઠળ, IT Act 66ઈ અને 67બી હેઠળ ગુનો નોંધ્યો છે. બન્ને આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને બે દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

નાના બાળકોના પરિવારે ઓળખીતાઓથી વધારે ચેતવું

મોટાભાગે નાના બાળકો કે સગીર વયનાઓ સાથે થતા દુષ્કર્મના કેસમાં નજીકની વ્યક્તિ જ દોષિત હોવાનું વારંવાર બહાર આવે છે. ઘરનો સભ્ય, સંબંધિત, પડોશી, મિત્ર, ડ્રાઈવર કે કોઈ પિરિચિત તમારા બાળકને ક્યારે આવી નજરથી જુએ છે, તેની સાથે કઈ રીતે વર્તે છે વગેરે પર માતા-પિતાએ નજર રાખવાની જરૂર છે. કોઈ તમારા સંતાન પર વધુ પ્રેમ વરસાવે અથવા તો તેના પર વધુ ગુસ્સો કરે ક તેની ખોટી ફરિયાદો કરે તો પણ માતા-પિતાએ ચેતી જવાની જરૂર છે. આ સાથે સંતાનોને પણ હિંમત આપવાની, સતત તેમની સાથે વાત કરવાની જરૂર હોય છે.

આ કેસમાં મહિલા સિંગલ મધર હોવાનું દેખાઈ રહ્યું છે. મહિલાએ આ રીતે કોઈ અજાણ્યા યુવક સાથે સંબંધો રાખતા અને તેને સાથે રાખતા પહેલા બાળકીની સુરક્ષા અને ભવિષ્યનું વિચારવું જોઈએ. માતા-પિતાની આ પ્રકારની ભૂલ બાળક સાથેના ગંભીર ગુનાનું કારણ બની જાય છે. આ સાથે આ કેસમાં આરોપીઓને સખત સજા મળે તે પણ તેટલું જ જરૂરી છે.

આ પણ વાંચો…છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: યુવકને સાત વર્ષની કેદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button