એકનાથ શિંદેની સેનાના બીજા 20 ઉમેદવાર જાહેર: અત્યાર સુધી 65 ઉમેદવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ લડવા માટે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને મેદાનમાં ઉતર્યા છે. બંને ગઠબંધનના પક્ષોએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 121 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે શિંદેની શિવસેનાએ 45 ઉમેદવારોની પ્રથમ યાદી રવિવારે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમાં જૂના શિવસૈનિકોને પણ તક આપવામાં આવી છે. શિવસેનાના અત્યાર સુધીમાં કુલ 65 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આ યાદીમાં મિલીંદ દેવરા, સંજય નિરૂપમ અને નિલેશ રાણેના નામ મુખ્ય છે. ભાજપના નેતા નારાયણ રાણેના પુત્રને શિંદે સેનાએ પોતાના ક્વોટામાંથી ઉમેદવારી આપી હોવાથી અનેક લોકોના ભવાં ઉંચકાયા છે.
શિંદેસેનાની બીજી યાદીમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં અક્કલકુવા – આમાશ્યા પડવી, બાલાપુર- બલીરામ શિરસકર, રિસોડ – ભાવના ગવળી, હદગાંવ- બાબુરાવ કદમ-કોહલીકર, નાંદેડ-દક્ષિણ- આનંદ તિડકે-પાટીલ (બોંડારકર) પરભણી – આનંદ શેષરાવ ભરોસે, પાલઘર – રાજેન્દ્ર ગાવિત, બોઈસર (એસટી) – વિલાસ સુકુર તરે, ભિવંડી-ગ્રામીણ (એસટી) – શાંતારામ તુકારામ મોરે, ભિવંડી-પૂર્વ – સંતોષ મંજય્યા શેટ્ટી, કલ્યાણ-પશ્ર્ચિમ – વિશ્ર્વનાથ આત્મારામ ભોઈર, અંબરનાથ (એસસી)- ડો.બાલાજી પ્રહલાદ કિનીકર, વિક્રોલી – સુવર્ણા સહદેવ કરંજે, દિંડોશી – સંજય નિરુપમ, અંધેરી પૂર્વ – મુરજી કાનજી પટેલ, ચેમ્બુર – તુકારામ રામકૃષ્ણ કાતે, વરલી – મિલિંદ મુરલી દેવરા, પુરંદર – વિજય સોપાનરાવ શિવતારે, કુડાળ – નિલેશ નારાયણ રાણે, કોલ્હાપુર-ઉત્તર – રાજેશ વિનાયક ક્ષીરસાગરનો સમાવેશ થાય છે.
આ પહેલાં શિંદે સેના દ્વારા કુલ 45 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.