IPL 2024આમચી મુંબઈસ્પોર્ટસ

મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક ફટકોઃ ‘મિસ્ટર 360 ડિગ્રી’ હજુ પણ ફિટ નહીં

મુંબઈઃ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજયનો સામનો કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેન મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા સૂર્ય કુમાર યાદવ હજુ સુધી સંપૂર્ણ ફિટ થયો નથી. જેના કારણે હાલમાં સૂર્ય કુમાર યાદવ હજુ આગામી કેટલીક મેચ રમી શકશે નહીં. આ સમાચારથી મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાના ટેન્શનમાં વધારો થવાની સાથે ચાહકોને મોટી નિરાશા મળી છે.

હજુ મુંબઈ ઈન્ડિયન્સ હરીફ ટીમ એક પણ જીત મેળવી શકી નથી, ત્યારે આ સમાચાર મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટા ઝટકા સમાન છે. હમણાં સુધીના સૌથી મોટા સ્કોર સામે ઝઝૂમ્યા સાથે મુંબઈને આઈપીએલ 2024ની પોતાની બંન્ને મેચોમાં પરાજય મળી છે.


મિસ્ટર 360ના નામથી જાણીતા સૂર્ય કુમાર યાદવ હાલ પોતાની હર્ણિયાની સર્જરીમાંથી સંપૂર્ણ સાજો નથી થયો, જેથી આગામી દિવસોમાં રમાનારી કેટલીક મેચ રમી શકે એમ નથી. જોકે, હાલના તબક્કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ) તેની રિકવરી પર ધ્યાન આપી રહી છે.


મુંબઈ ઈન્ડિયન્સવતીથી રમનારા સૂર્ય કુમાર યાદવ ઈન્જરીને કારણે અત્યાર સુધીમાં એક પણ મેચ રમી શક્યો નથી, જ્યારે એના વિનાની બન્ને મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો.


આમ છતાં બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું હતું કે સૂર્ય કુમાર યાદવ હાલમાં સારી પ્રગતિ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી શકે છે. જોકે શરૂઆતની જ બે મેચોમાંથી બહાર રહેવા છતાં તેને વધુ કેટલીક મેચોમાંથી પણ બાહર રહેવું પડી શકે છે.


મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સૂર્ય કુમારની ખોટ વર્તાય રહી છે પણ બીસીસીઆઈ આ આક્રમક બેટ્સમેનની ફિટનેસને લઈ કોઈ જોખમ લેવા માગતું નથી, કારણ કે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં સૂર્ય કુમાર યાદવ મહત્વની ભૂમિકા નિભાવવાની અપેક્ષા છે. બીસીસીઆઈની મુખ્ય ચિંતા એ છે કે સૂર્યા ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે કે નહી.


હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સના આ હોનહાર બેટસમેન સૂર્ય કુમાર યાદવની તુલનામાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ સાથે કરાય છે. સમગ્ર મેદાનમાં ચારેય દિશામાં શોટ મારવાની ક્ષમતાને કારણે 33 વર્ષિય સૂર્યકુમાર યાદવને મિસ્ટર 360 ડિગ્રીનું નામ આપ્યું છે. સૂર્ય કુમાર યાદવે 171.55ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. સૂર્ય કુમારે ભારત માટે 60 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ચાર સદી ફટકારીને 2141 રન બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button