શું સચિન તેંડુલકર વિરાર રહેવા જશે? પત્ની અંજલિએ સરકારી યોજનાનો લાભ લઈ અહીં લીધું ઘર

માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરનો બાન્દ્રામાં આલિશાન બંગલો છે. તેના બંગલોના વીડિયો કે પિક્ચર સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. આવો વિશાળ બંગલો છોડી સચિન અને તેનો પરિવાર વિરારમાં રહેવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી, પરંતુ સવાલ એ છે કે મુંબઈમાં આટલી પ્રોપર્ટી હોવા છતાં સચિનની પત્ની અંજલિએ વિરારમાં એક ફ્લેટ લેવાની શું જરૂર પડી.
ખેર જે હોય તે પણ એ વાત પાક્કી છે કે અંજલિ તેંડુલકરે વિરારના પેન્સુલિન ટાવરમાં માત્ર રૂ. 32 લાખનો એક ફ્લેટ બુક કરાવ્યો છે. અંજલી તેંડુલકરે વિરારમાં પેનિન્સુલા હાઇટ્સ નામની ઇમારતમાં આ ફ્લેટ 32 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને આ 391 ચોરસ ફૂટનું આ ઘર ત્રીજા માળે છે.
આપણ વાંચો: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન જીવનની નવી ઇનિંગ્સ શરૂ, સાનિયા ચંડોક સાથે કરી સગાઈ…
જોકે આ ડીલ લગભગ મે મહિનામાં થઈ હતી, પરંતુ માહિતી હવે બહાર આવી છે. તેનાં રજિસ્ટ્રેશન અંગે મળેલી માહિતી અનુસાર અંજલી તેંડુલકરે આ મિલકત માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.92 લાખ અને ફી તરીકે રૂ. 30,000 ચૂકવ્યા છે.
અંજલિએ સરકારી યોજનાનો પણ લાભ લીધો છે. મહારાષ્ટ્ર સરકારે મહિલાના નામે ઘર ખરિદવામાં આવે તો સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપી છે. મહિલા ખરીદનાર હોવાને કારણે અંજલી તેંડુલકરે સ્ટેમ્પ ડ્યુટી પર 1 ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવ્યું છે.
આપણ વાંચો: રજ ચોપરાને સચિન તેંડુલકર જેવો ‘સુપરપાવર’ શા માટે જોઈએ છે?
મુંબઈથી નજીક આવેલા વિરારમાં હવે રિયલ એસ્ટેટ બૂમ કરી રહ્યું છે. વિરારમાં રેસિડેન્ટ્સ પ્રોપર્ટીની કિંમત ચોરસ ફૂટદીઠ રૂ. 6000 થી રૂ. 9000 સુધીની હોય છે. સ્થાન, મકાન સુવિધાઓ અને કનેક્ટિવિટીના આધારે આ કિંમત વધારે પણ હોઈ શકે.
મુંબઈમાં તો રહેવાની જગ્યા નથી અને મધ્યમવર્ગને પરવડે તેમ નથી એટલે લોકો મીરા રોડ અને વિરાર તરફ વળ્યા છે, પણ સવાલ એ છે કે તેંડુલકર પરિવારે આ પ્રકારે રોકાણ કરવાની જરૂર કઈ રીતે પડી. જોકે આનો જવાબ તો માત્ર અંજલિ કે સચિન તેંડુલકર જ આપી શકે તેમ છે.