આમચી મુંબઈ

પાર્થ પવારને કોઈ ક્લીન ચીટ મળી નથી…

પોલીસ ડાયરીમાં રહેલી એન્ટ્રી વાંચીને અંજલી દમણિયાના ગંભીર આરોપો સૂર્યકાંત યેવલેની ધરપકડ કરો, પૂરું સત્ય બહાર આવશે એવો દાવો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પુણેના મુંઢવાના જમીન સોદા અંગે વિવાદમાં સપડાયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારને કોઈ ક્લિન ચીટ મળી નથી એવો દાવો કરતાં સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ બુધવારે કહ્યું હતું કે સુર્યકાંત યેવલેને જે દિવસે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવશે તે દિવસે બધી સચ્ચાઈ સામે આવશે અને અજિત પવારને રાજીનામું આપવું જ પડશે.

પાર્થ પવારને કોઈ ક્લીન ચીટ મળી નથી. જે દિવસે સૂર્યકાંત યેવલેને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવશે, તે બધું બહાર લાવશે. તે પાર્થ પવારનું નામ લેશે, તે અમેડિયા એન્ટરપ્રાઇઝનું નામ લેશે. યેવલેના જામીન એટલા માટે જ મંજૂર કરવામાં આવ્યા છે જેથી બધી વાતો બહાર ન આવે. હું બધા પોલીસ અધિકારીઓને યેવલેની ધરપકડ કરવાનો પડકાર ફેંકું છું.

તેમણે એવો દાવો કર્યો હતો કે 16મી તારીખે બોટનિકલ ગાર્ડન તરફથી એક પત્ર લખવામાં આવ્યો હતો કે કેટલાક લોકો અહીં આવ્યા હતા અને અમને કહ્યું હતું કે આ જગ્યા અમારી છે અને આપણે આ જગ્યા ખાલી કરી દેવી જોઈએ. આ વાત કહેવામાં આવી હતી. આ લોકો પોલીસ સ્ટેશને પણ ગયા હતા. ત્યારબાદ, જ્યારે પોલીસવાળા ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને માહિતી મળી હતી કે કોઈ દસ્તાવેજો ન હોવા છતાં, અમેડિયાના માણસોએ ગુંડાગીરી જેવું વર્તન કર્યું હતું. અંજલિ દમણિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અહીં બાઉન્સરને પણ ડ્યૂટી પર રાખવામાં આવ્યા હતા.

પોલીસ ડાયરીમાં શું લખ્યું છે?
આ કેસમાં હવે અજિત પવારે રાજીનામું આપવું પડશે. કારણ કે હું તમને પોલીસ સ્ટેશન ડાયરીમાં ઉલ્લેખ સંભળાવી રહી છું. ‘16 જૂન, 2025 ના રોજ સાંજે 4:28 વાગ્યે, જ્યારે અમે ઉપરોક્ત વિષય પર મુંઢવા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા, ત્યારે મુંઢવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી કે એડવોકેટ તૃપ્તિ ઠાકુરે ફોન કરીને કહ્યું હતું કે અમારા સુરક્ષા કર્મચારીઓને બોટનિકલ ગાર્ડનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી, તેથી મદદ માટે પોલીસ મોકલો.

અધિકારીઓના આદેશ પર, અમે સબ-ઇન્સ્પેક્ટર મુંડે સાથે સ્થળ પર ગયા હતા. તે સમયે બોટનિકલ ગાર્ડનના વડા બાળાસાહેબ કદમ (ઉંમર 57 વર્ષ), મહેશ પૂજારી અને ફિલ્ડ ઓફિસર સેફ સિક્યુરિટી સર્વિસીસના ચાર ગાર્ડ હાજર હતા. તેમણે અમને કહ્યું હતું કે ઉમેશ મોરેએ તેમને નિયુક્ત કર્યા છે, પરંતુ આ જગ્યા બોટનિકલ ગાર્ડનના કબજામાં હોવાથી, બાળાસાહેબ કદમે અમને કહ્યું. અમેડિયાના લોકોએ આ વ્યવહાર અંગે પોલીસને ફોન કર્યો હતો. તેઓ એવી માગણી કરે છે કે આ જગ્યા ખાલી કરવામાં આવે,’ એમ અંજલી દમણિયાએ પત્રકારોને કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે હવે મારી એક મોટી માગણી એ છે. આ સમય દરમિયાન પાર્થ પવારનું ટાવર લોકેશન ક્યાં હતું? આ જાણવું જોઈએ. તેમનો સીડીઆર મંગાવવો જોઈએ. અમે શોધી કાઢીશું કે તે 2.5 કિમીના અંતરે ક્યાં હતો. પોલીસે કાલે જઈને સૂર્યકાંત પાસે આવેલા લોકોની ધરપકડ કરવી જોઈએ. તેમના નિવેદનો નોંધવા જોઈએ. જો આ બધું બહાર આવશે, તો બધી સચ્ચાઈ આપમેળે સામે આવશે. પાર્થ પવારને કોઈ ક્લીનચીટ મળી નથી.

પાર્થ પવાર કેસમાં રાજકીય દબાણ હતું – અંજલી દમણિયા

પાર્થ પવારની અમેડિયા કંપનીએ જે વ્યવહાર કર્યો તેમાં ફક્ત દસ્તાવેજો જ નહીં પણ પોલીસ પર પણ દબાણ હતું. તેમણે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળની જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો. આ કોઈ સીધો વ્યવહાર નથી. તેમાં રાજકીય પ્રભાવ હતો, બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધી બાબતોને કારણે, અજિત પવારે પુણેના વાલી મંત્રી પદ અને નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ, એમ પણ અંજલી દમણિયાએ કહ્યું હતું.

આ પણ વાંચો…પુણે જમીન કૌભાંડ મામલે અજિત પવારના દીકરા પાર્થ પવારને ક્લીન ચિટ! આ ત્રણ લોકો પર આરોપ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button