પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે દેશમુખે સવાલ કર્યા...
આમચી મુંબઈ

પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે દેશમુખે સવાલ કર્યા…

નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી એસપીના નેતા અનિલ દેશમુખે સોમવારે પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે સવાલ ઉપસ્થિત કર્યા હતા. આ કાયદો મહિલા અને બાળકો સામેના અત્યાચારના કેસમાં મૃત્યુદંડ સહિતની આકરી સજાની જોગવાઈ ધરાવે છે.

વિધાનસભાના બંને ગૃહો દ્વારા શક્તિ કાયદાને મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારના કાર્યકાળમાં મંજૂરી આપી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને એક વર્ષ પહેલાં સમિતિ ગઠિત કરીને તેનો અહેવાલ મોકલવા જણાવ્યું હતું, એમ દેશમુખે પત્રકારોને જણાવ્યું હતું.

આ કાયદો અત્યંત સંવેદનશીલ બાબત સાથે સંકળાયેલો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ગૃહ ખાતું સંભાળી રહેલા દેવેન્દ્ર ફડણવીસે સમિતિ બનાવવા માટે તત્કાળ પગલાં લેવા જોઈતા હતા. (એજન્સી)

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button