અનિલ અંબાણીની મુશ્કેલી વધી, 17,000 કરોડના ફ્રોડ કેસમાં ઈડીએ નવી વિગતો માગી | મુંબઈ સમાચાર

અનિલ અંબાણીની મુશ્કેલી વધી, 17,000 કરોડના ફ્રોડ કેસમાં ઈડીએ નવી વિગતો માગી

મુંબઈ : રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઇડીએ 17,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં આ કેસમાં અનિલ અંબાણીને 5 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ સમન્સ તેમની તમામ ગ્રુપ કંપનીઓ વિરુદ્ધ કથિત બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસના પગલે પાઠવવામાં આવ્યો છે. તેમને દિલ્હી સ્થિત ઈડીની ઓફિસે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અનિલ અંબાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજુરી વિના દેશ નહી છોડવા જણાવ્યું છે.

આપણ વાંચો: અનિલ અંબાણીની કંપનીના 3000 કરોડના લોન કૌભાંડમાં પહેલી ધરપકડ, અનિલને પણ કરાશે જેલભેગો ?

અનિલ અંબાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ

ઈડીએ આ કેસમાં શુક્રવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજુરી વિના દેશ નહી છોડવા જણાવ્યું છે. તેમજ જો તેમણે
વિદેશ જવાનો પ્રયાસ કર્યો તો એરપોર્ટ અથવા પોર્ટ પર અટકાયત કરવામાં આવશે.

લોન ફ્રોડની રકમ 17,000 કરોડ

સુત્રોના જણાવ્યા અનુસાર ઇડી 13 બેંકને પત્ર લખીને અનિલ અંબાણી ગ્રુપને આપવામાં આવેલી લોનની વિગતો માંગી છે. જેમાં એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીબેંક, યુકો બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની બેંકોનો સમાવેશ થાય છે.

તેમજ ઈડી જો આ વિગતોથી સંતુષ્ટ નહી થાય તો બેંકરોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમજ આ બેંકોને અનિલ અંબાણી ગ્રુપને આપેલી મોટાભાગની લોન એનપીએમાં તબદીલ કરી દીધી છે. આમ કુલ લોન ફ્રોડની રકમ 17,000 કરોડની થવા જાય છે. જેમાં રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ પર 12,354 કરોડ રૂપિયા અને રિલાયન્સ કોમ્યુનિકેશન જોડેથી 4000 કરોડની વસુલી બાકી છે.

આપણ વાંચો: અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈ દિલ્હીમાં કાર્યવાહી

ઈડીને કંપનીમાં અનેક ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વેની તપાસમાં ઈડીને કંપનીમાં અનેક ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું છે. જેમ કે, નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓને લોન આપવી, એક જ ડિરેક્ટર અને સરનામા ધરાવતી કંપનીઓનો ઉપયોગ, લોનના દસ્તાવેજોનો અભાવ, શેલ કંપનીઓમાં નાણાનું ટ્રાન્સફર અને લોન એવરગ્રીનિંગ ના કેસ સામેલ છે. જ્યાં જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવામાં આવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button