BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
થાણેઃ જેમ એક કરતા વધારે રસોઈયા રસોઈ બગાડે તેમ એક કરતા વધારે પક્ષ તમામ ગઠબંધનનું ગણિત બગાડી રહ્યા છે. મહાવિકાસ આઘાડી હોય કે મહાયુતિ ઉમેદવારોના નામ જાહેર થાય એટલે ભડકો થયા વિના રહેતો નથી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા અને વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદેનું નામ ફરી કલ્યાણ લોકસભા બેઠક પરથી જાહેર થતા ભાજપમાં ભડાકો થઈ ગયો છે.
આ પણ વાંચો: કલ્યાણમાં શ્રીકાંત શિંદેની જીત માટે મોકળુ મેદાન?
થાણે અને કલ્યાણ ડોમ્બિવલીની બંને લોકસભા સીટો પર શિવસેના-ભાજપ વચ્ચે લડાઈ છે. ભાજપના કલ્યાણ પૂર્વના પદાઅધિકારીઓ, કાર્યકરો અને ધારાસભ્ય ગણપત ગાયકવાડના સમર્થકો કલ્યાણ લોકસભા મતવિસ્તારમાંથી આક્રમક થઈ ગયા છે. ભાજપના કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો શિવસેનાના શ્રીકાંત શિંદેને કલ્યાણ ડોમ્બિવલીની સીટ મળશે તો ભાજપનો એક પણ કાર્યકર કામ કરશે નહીં. આ અંગે કલ્યાણ પૂર્વમાં પણ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શ્રીકાંત શિંદેને ઉમેદવાર જાહેર કર્યાના 24 કલાક પણ નથી થયા ત્યાં કાર્યકરોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે આનો નિવેડો પક્ષે લાવવો પડશે. આ સાથે હજુ થાણે બેઠક પરથી ઉમેદવારી જાહેર થઈ નથી, આ બેઠક પર પણ બન્ને પક્ષ પોતાનો દાવો માંડી રહ્યા છે.
આ પણ વાંચો: Maharashtra: Sanjay Rautએ ફરી ફોડયો ફોટોબોમ્બ, આ વખતે શ્રીકાંત શિંદે નિશાના પર
કલ્યાણ લોકસભા બેઠક ભાજપને આપવી જોઈએ તેવી સ્થાનિક ભાજપના આગેવાનોએ વરિષ્ઠ નેતા સમક્ષ માગણી કરી હતી. વરિષ્ઠોને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો ભાજપને આ બેઠક નહીં મળે તો મહાગઠબંધન નહીં ચાલે. આવી માંગણીઓનું સહી કરેલું નિવેદન પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને સુપરત કરવામાં આવશે તેવી ચર્ચા હતી.
આ પણ વાંચો: શ્રીકાંત શિંદેની સત્તાવાર નેધરલેન્ડ્સ યાત્રા પર આદિત્ય ઠાકરેની ટીકા
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કાર્યકરોએ એવો ઠરાવ પણ પસાર કર્યો છે કે જો શિંદે ઉમેદવાર હશે તો તેઓ કામ નહીં કરે.