આમચી મુંબઈ

સ્ટેડિયમમાં મીના બજાર ઊભું કરવા બદલ સ્થાનિક લોકો અને ખેલાડીઓમાં રોષ

મુંબઈ: પાલિકા પ્રશાસને ભિવંડીની મધ્યમાં આવેલા શહેરના એકમાત્ર સ્ટેડિયમ, પરશુરામ ધોડુ તવારે સ્ટેડિયમમાં મીના બજાર ઊભું કરીને મેળાનું આયોજન કરવાની મંજૂરી આપી છે. સાતમી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ચાલનારા આ મીના બજારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે ત્યારે મીના બજાર બનાવવા માટે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી પરવાનગીના કારણે શહેરના સ્થાનિક નાગરિકો અને ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમનું નામ પૂર્વ વિધાનસભ્ય સ્વ. પરશુરામ ધોડુના નામ પરથી રાખવામાં આવ્યું છે. મંગળવાર તવારેનો સ્મૃતિ દિવસ હતો. તે જ દિવસે મીના બજારના આયોજકો દ્વારા મૂકવામાં આવેલી જાહેરાતમાં આ સ્ટેડિયમનું નામ ધોબી તાલાબ સ્ટેડિયમ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડિયમનું નામ બદલવા માટે આયોજકો દ્વારા આ એક જાણીજોઈને કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં તવારે પરિવાર સાથે સ્થાનિક નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પૂર્વ નગર સેવકે પાલિકા કમિશનરને પત્ર લખીને સ્ટેડિયમમાં પાંચ દિવસની મીના બજારની સ્થાપના સામે વિરોધ દર્શાવ્યો છે અને પરવાનગી રદ કરવાની માગ કરી છે.

પરશુરામ ધોંડુ તાવરે સ્ટેડિયમ તત્કાલીન ભિવંડી-નિઝામપુર નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રમવાની સુવિધા આપવા માટે બનાવવામાં આવ્યું હતું. ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે અન્ય રમતો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં સ્ટેડિયમ સતત ખરાબ હાલતમાં હતું. મનપા દ્વારા સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે કોઇપણ પ્રકારની સુવિધા ન આપવાના કારણે ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે પાલિકા વહીવટીતંત્ર સ્ટેડિયમમાં મીના બજાર બનાવવાની પરવાનગી આપવાથી સ્ટેડિયમ વધુ બગડે તેવી શક્યતા છે. મીના બજારમાં આયોજકો દ્વારા ખાણીપીણીના સ્ટોલ અને અન્ય સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ માટે સ્ટેડિયમમાં ખોદકામ પણ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…