આમચી મુંબઈ
અંધેરીની તેલી ગલીનો ફ્લાયઓવર પણ ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી(પૂર્વ)માં ગોખલે ફ્લાયઓવરને વેસ્ટર્ન એક્સપ્રેસ સાથે જોડનારો અંધેરીમાં બાંધવામાં આવેલો તેલી ગલી ફ્લાયઓવર પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. ગોખલે ફ્લાયઓવરની સાથે જ તેલી ગલીનો ફ્લાયઓવર ખુલ્લો મુકવામાં આવે તો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો પ્રવાસ ઝડપી બનશે. તેલી ગલીના ફ્લાયઓવરનું કામ પૂરું ગયા વર્ષે પૂરું થયું હતું, પરંતુ કામ બરોબર થયું ન હોવાનું જણાઈ આવતા તેનું ફરી કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે હવે લગભગ પૂરું થયું છે. અંધેરી પૂર્વથી પશ્ર્ચિમમાં તેલી ગલીની ટ્રાફિકની સમસ્યાને માત આપવા પાલિકાએ ૨૦૧૮માં અહીં ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લીધો હતો. ૨૪ મહિનામાં કામ પૂરું થવાનું હતું, પરંતુ તેને વર્ષો નીકળી ગયા હતા.